અમદાવાદ,બુધવાર,25 ડિસેમ્બર,2024
અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં જુનુ મકાન તોડતી વખતે
કાટમાળ નીચે ૨૨ વર્ષનો યુવક દટાતા ફાયર વિભાગ દ્વારા કાટમાળ નીચે દટાયેલા યુવકને
બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટી ખાતે ઈ-૩૪
નંબરના મકાનમાં હીટાચી મશીન દ્વારા જુનુ મકાન તોડવાની કામગીરી બુધવારે સવારે ચાલી
રહી હતી. સવારે ૧૦.૫૦ કલાકના સુમારે અગમ્ય કારણોસર જલાભાઈ, ઉંમર વર્ષ-૨૨,રહે,મધ્યપ્રદેશ
મકાનના કાટમાળ નીચે દટાઈ ગયો હતો. આ ઘટના અંગે ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવતા
ફાયર વિભાગના જવાનોએ એમબ્યુલન્સ તથા અન્ય વાહનો સાથે રેસ્કયૂ કામગીરી કરી કાટમાળ
નીચે દટાયેલા યુવકને બહાર કાઢી ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે
મોકલી આપ્યો હતો.લકઝુરીયા પ્રા.લી.દ્વારા ઘટના સ્થળે કામગીરી કરવામાં આવી રહી
હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.