શહેરના મુખ્ય રસ્તાઓને પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી તરીકે વિકસિત કરવાની યોજના
Updated: Dec 31st, 2023
અમદાવાદ,શનિવાર,30 ડિસેમ્બર,2023
અમદાવાદના એક કરતા વધુ ઝોન સાથે સંકળાયેલા મુખ્ય રસ્તાઓને
સી.જી.રોડ પેટર્નથી ડેવલપ કરવા મ્યુનિ.સત્તાધીશો દ્વારા કવાયત શરુ કરાઈ છે.મુખ્ય
રસ્તાઓને પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી તથા સ્ટ્રીટ ફર્નિચર સાથે વિકસિત કરાશે.
સી.જી.રોડને કનેકટ કરતા તેમજ શહેરના એક કરતા વધુ ઝોનને કનેકટ
કરતા મુખ્ય રસ્તાઓને સી.જી.રોડ પેટર્નથી ડેવલપ કરવા ઉપરાંત સમયાંતરે રોડ ડેવલપમેન્ટના
ચાલુ કામકાજ સમયે ડિઝાઈન મુજબ સુપરવિઝન કરવા માટે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ સહિત નકશા
અને અંદાજ તૈયાર કરવા સહિતની કામગીરી કરવા એચ.સી.પી.ડિઝાઈન,પ્લાનિંગ અને મેનેજમેન્ટ
પ્રા.લી.ની નિમણૂંક કરવા અંગે રોડ કમિટિ સમક્ષ મુકવામાં આવેલી દરખાસ્ત મુખ્ય રસ્તાઓ
સત્તાધીશો દ્વારા નકકી કરવામાં આવ્યા નહી હોવાથી મોકુફ રખાઈ હતી.જે આગામી કમિટિમાં
મુકાશે.સ્ટેડિયમ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ આવેલી પ્રી-ફેબ આંગણવાડીઓ તોડી રુપિયા ૭૨.૮૫
લાખના ખર્ચથી નવી આંગણવાડી બનાવવા મંજુરી માંગતી દરખાસ્ત રોડ કમિટિએ રકમ વધુ લાગતા
મંજુર કરી નથી.જગતપુરમાં ઓછા ખર્ચમાં સારી આંગણવાડી બનાવાઈ હોવાની કમિટિમાં સભ્યે રજુઆત
કરી હતી.બેઠકમાં કમિટિના સભ્યોએ રોડ ઉપરના મોટા નડતરરુપ વૃક્ષો દુર કરવા રજુઆત કરી
હતી.