મહિલાએ ગાળો બોલવાની ના પાડતા પડોશીએ મારા મારી કરી
મહિલાને ધક્કો મારી નીચે પાડી ઢોર માર મારતા ચક્કર આવ્યા
Updated: Dec 26th, 2023
અમદાવાદ, મંગળવાર
મણિનગરમાં ગાળો બોલવા જેવી બાબતે પડોશીઓ વચ્ચે મારા મારી થઇ હતી જેમાં મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં બે મહિલા સહિત ચાર લોકોએ હુમલો કર્યો હતો અને મહિલાને ધક્કો મારીને નીચે પાડીને માર મારીને કપડાં પણ ફાડી નાંખ્યા હતા. કપડાં ધોવાના ધોકાથી માર મારતા ચક્કર આવતા લોહી લુહાણ હાલતમાં મહિલાને સારવાર માટે ખસેડી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે બે મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાને ધક્કો મારી નીચે પાડી ઢોર માર મારતા ચક્કર આવ્યા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ ઃ બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ
મણિનગરમાં રહેતા ૩૮ વર્ષીય મહિલાએ પડોશમાં રહેતી બે મહિલા સહિત ચાર લોકો મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પડોશી આરોપી મહિલાને અવાર નવાર ગાળો બોલતા હતા, ગઇકાલે સાંજે પણ ગાળો બોલતા મહિલાએ ગાળો બોલાવની ના પાડતાં મતા અને પુત્રએ મહિલા સાથે તકરાર કરીને હુમલો કર્યો હતો અને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી બાદમાં ઢોર માર મારીને કપડાં પણ ફાડી નાખ્યા હતા. આ સમયે બુમાબુમ થતાં ચાલીના સ્થાનિક લોકો આવી ગયા હતા અને મહિલાને વચાવી હતી.
એટલું જ નહી કપડાં ધોવાના ધોકાથી માર મારતાં મહિલાને ચક્કર આવ્યા હતા બાદમાં લોહી લુહાણ હાલતમાં મહિલાને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.