વૃદ્ધ દંપતિ ખેતરમાં રોકાયા તેનો લાભ ઉઠાવી તાળા તોડી ઘરમાં ઘૂસ્યા
નરોડા પોલીસે બન્ને મહિલા સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
Updated: Jan 3rd, 2024
અમદાવાદ,બુધવાર
નરોડામાં વૃદ્ધ દંપતિ દહેગામ ખેતરમાં કામ કરવા ગયા અને ત્યાં જ રોકાયા હતા આ સમયે મહિલાના બહેનની પુત્રવધુ તથા તેની સાળીએ ભેગા મળીને ઘરનું લોક તોડીને ઘરમાં ઘૂસ્યા હતા અને રોકડા રૃ. ૧.૩૦ લાખ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે વૃદ્ધ મહિલાએ બંને સંબંધી સામે ચોરીની શંકા વ્યક્ત કરતા નરોડા પોલીસે ચોરીનો ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ સંબંધી ચોર સામે શંકા વ્યક્ત કરતા નરોડા પોલીસે બન્ને મહિલા સામે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
દસક્રોઇ તાલુકાના ધામતવણ ગામના વતની અને હાલમાં નરોડામાં મુઠીયા ગામમાં રહેતા વૃદ્ધાએ નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા ગામંમાં રહેતા પોતાના સગા બે મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તા. ૨૧ ડિસેમ્બરે સાંજના સમયે તેઓ પતિ સાથે ખેતીકામ માટે ઘરને લોક મારીને દહેગામ ગયા હતા અમે ત્યાં તેઓ ખેતીકામથી ખેતરમાં રોકાયા હતા. ત્યારે બીજા દિવસે રાત્રીના સમયે તેમના ભત્રીજાનો ફોન આવ્યો હતો અને કહ્યુ કે તમારા ઘરે તમારા ઘરમાં બે મહિલા લોક તોડીને ઘૂસી ગઇ છે.
જેથી ફરિયાદી મહિલાએ અને તેમના પતિ તાત્કાલિક આવી પહોચ્યા હતા અને ઘરમાં જઈને તપાસ કરતા લોખંડના પીપળામાં મૂકેલ રોકડા રૃ. ૧.૩૦ લાખની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જે બાદ તપાસ કરતા સામે આવ્યુ કે વૃદ્ધાના બહેનની પુત્રવધુ અને તેની સાળીએ ભેગા મળીને ઘરમાં ઘૂસીને ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે બન્ને મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.