AUDA Board Meeting : અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ની યોજાયેલી 302મી બોર્ડ બેઠકમાં વિવિધ વિસ્તારની કુલ 18 નગર રચના યોજનાઓની કાર્યપૂર્ણ પહેલાની દરખાસ્તોને પરામર્શ આપવામાં આવ્યો હતો.
ટ્રાફિક ભારણ ઘટાડવા ત્રાગડ અંડરપાસની બંને બાજુ બીજા બે નવીન અંડરપાસ બનાવાશે
દરરોજ 1 લાખથી વઘુ વાહનોની અવર-જવર થાય છે તેવા ઔડા રીંગ રોડને ચાર માર્ગીયમાંથી 6 માર્ગીય કરવા અંગેની કામગીરી હાથ ધરાશે. આ પ્રોજેક્ટમાં પેકેજ-1માં અમદાવાદના પૂર્વ વિસ્તારના 37 કિલોમીટર, પેકેજ-2માં પશ્ચિમ વિસ્તારના 39.254 કિલોમીટર લંબાઇમાં વિકસાવવા અંદાજે રૂ. 2200 કરોડના ખર્ચે અંદાજ પત્રક તૈયાર કરીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.
આ ઉપરાંત સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ હયાત બ્રિજની બંને બાજુ 3 લેનના નવિન બ્રિજ બનાવવાનું તથા ભાટ સર્કલ, ચિલોડા સર્કલ, અસલાલી સર્કલ પર થતા ટ્રાફિકના ભારણને ઘટાડવા 6 માર્ગીય અંડરપાસ જ્યારે હયાત ત્રાગડ અંડરપાસની બંને બાજુ બીજા બે માર્ગીય નવીન અંડરપાસ બનાવાશે.
ઔડાની બોર્ડ બેઠકમાં દરખાસ્તો
– સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ બ્રિજની બંને બાજુ 3 લેનના નવીન બ્રિજ બનાવવા.
– ત્રાગડ અંડરપાસની બંને બાજુ બીજા બે માર્ગીય અંડરપાસ બનાવાશે.
– ભાટ સર્કલ, ચિલોડા સર્કલ, અસલાલી સર્કલ પર 6 માર્ગીય અંડરપાસ બનાવાશે.
– સરદાર પટેલનો મુખ્ય કેરેજવે છ માર્ગીય કરાશે.
– રીંગ રોડની આસપાસ વિકસી રહેલી ટી.પી. સ્કીમના રહેવાસીઓના રોડ ક્રોસિંગ માટે 6 ફૂટ ઓવરબ્રિજ બનાવાશે.