Ahmedabad News : ગુજરાતમાં અમદાવાદ હૉસ્પિટલ ઍન્ડ નર્સિંગ હોમ ઍસોસિએશન (AHNA) દ્વારા 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઍસોસિએશના આ નિર્ણય બાદ શહેરની 1200 જેટલી હૉસ્પિટલ કેશલેસ સારવાર કરશે નહીં. જેમાં હવે આ ત્રણેય કંપનીના ગ્રાહકોને રી-ઇમ્બરસમેન્ટ પ્રક્રિયાને અનુસરવી પડશે.
3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ
અમદાવાદ હૉસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ ઍસોસિએશન દ્વારા ટાટા AIG, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સેવા રદ કરવામાં આવી છે. વીમા ધારક જ્યારે હૉસ્પિટલમાં દાખલ થાય બાદ ઑથોરાઇઝેશન લેટર આપે છે અને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રકમ કાપવામાં આવતી હોવાના આરોપ થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની વરણી માટે કોંગ્રેસે ઓબ્ઝર્વરની કરી નિમણૂક, જુઓ યાદી
મળતી માહિતી મુજબ, ઍસોસિએશન દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે તે કંપનીઓએ ન્યાયિક પ્રક્રિયા કર્યા વગર અમુક હૉસ્પિટલોને ડિલિસ્ટ કરી હોવાથી ઇન્શ્યોરન્સ કંપનીઓ વીમાની રકમ આપવામાં આનાકાની કરતી હતી. જ્યારે ઇન્શ્યોરન્સ ક્લેઇમ પાસ ન કરતાં અમદાવાદ હૉસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ ઍસોસિએશનએ ત્રણ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે.