અમદાવાદ,ગુરુવાર,12 ડિસેમ્બર,2024
રાજકોટ ખાતે આ વર્ષે મે મહિનામાં ટી.આર.પી.ગેમઝોનમાં
અગ્નિકાંડની ઘટનાને પગલે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ચાલતી ટોય ટ્રેન બંધ કરાઈ હતી.
કાર્નિવલ નજીક આવતા છ મહીના પછી ટોય ટ્રેન શરુ કરવા શહેર પોલીસ કમિશનરની
મ્યુનિ.તંત્રે મંજુરી માંગી છે.
૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટ ખાતે
કાંકરિયા કાર્નિવલ યોજાશે. કાર્નિવલનો સમય નજીક આવતા મ્યુનિ.વહીવટી તંત્ર દોડતુ
થયુ છે. રાજકોટમાં બનેલી દુર્ઘટના પછી બંધ કરી દેવામાં આવેલી ટોય ટ્રેન મામલે
ચૂપકીદી બેઠેલા મ્યુનિ.અધિકારીઓ હવે દોડતા થયા છે.રિક્રીએશન કમિટીના ચેરમેને કહયુ, શહેર પોલીસ
કમિશનરની મંજુરી સોમવાર કે મંગળવાર સુધીમાં મળી જાય એવી સંભાવના છે.શહેરમાં લાંભા
લેક, બોપલ અને
ચાંદખેડા-મોટેરા લેક તથા આઈસીબી ફલોરા,ગોતા
પાસેના પ્લોટમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા આર.એફ.પી. એક મહીનામાં તૈયાર કરી પછી ટેન્ડર
કરવામાં આવશે.