અમદાવાદ,બુધવાર,11 ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગ
દ્વારા બાકી મિલકતવેરો વસૂલવા નવરંગપુરા અને એલિસબ્રિજ ઉપરાંત નારણપુરા વિસ્તારની
૧૯ મિલકતની હરાજી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.તમામ કરદાતાઓને તેમનો બાકી
મિલકતવેરો ભરપાઈ કરવા તંત્ર તરફથી અંતિમ ચેતવણી આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક મિલકતધારકોને પ્રોપર્ટી
ટેકસનું બીલ તથા ડિમાન્ડ નોટિસ આપવામાં આવે છે.તેમ છતાં ઘણાં કરદાતાઓ દ્વારા
પ્રોપર્ટી ટેકસ ભરવામાં આવતો નથી.આ પ્રકારે પ્રોપર્ટી ટેકસ ભરપાઈ નહીં કરનારા
કરદાતાઓની મિલકત ટાંચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરીને સીલ કરવામાં આવે છે.આ વર્ષે
અત્યારસુધીમાં પશ્ચિમ ઝોનમાં પાંચ મિલકતની હરાજી કરી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક
લેવામાં આવી છે.મ્યુનિ.ના ટેકસ વિભાગ દ્વારા ૧૩ ડિસેમ્બર-૨૪ સુધીમાં પશ્ચિમ ઝોનના
અલગ અલગ વોર્ડની ૧૯ મિલકતની હરાજી પ્રક્રીયા હાથ ધરાશે.
કયા વોર્ડની કેટલી મિલકતની હરાજી કરાશે
વોર્ડ મિલકત
નવરંગપુરા ૦૩
એલિસબ્રિજ ૧૨
આશ્રમરોડ ૦૨
નારણપુરા ૦૧
આંબાવાડી ૦૧
ચાર મિલકત મ્યુનિ.એ
એક રુપિયા ટોકનથી તંત્ર હસ્તક લીધી
અમદાવાદ મ્યુનિ.ટેકસ વિભાગ દ્વારા
બુધવારે નવરંગપુરા વોર્ડમાં બાકી મિલકતવેરો ભરપાઈ નહીં કરતા ચાર કરદાતાઓની મિલકતની
હરાજી કરવા પ્રક્રીયા હાથ ધરી હતી.હરાજી પ્રક્રીયામા સાંજ સુધીમાં ં કોઈ બીડર નહીં
આવતા મ્યુનિ.તંત્રે એક રુપિયા ટોકનથી આ મિલકત તંત્ર હસ્તક લીધી હતી.નવરંગપુરા
વોર્ડમાં નીલમ હોટલની ઉપર,પહેલો
માળ, સેલર-૧, આરોહી
એપાર્ટમેન્ટ, સી-૧, કેડી ચેમ્બર, અર્ચિતા ફલેટ
પાસે તથા નારણપુરા વોર્ડમાં દેવ આકેર્ડ ચોથા માળે આવેલી મિલકત મ્યુનિ.તંત્ર હસ્તક
કરવામાં આવી છે.