Gujarat Congress : ગુજરાતના અમદાવાદ ખાતે આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થશે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકના અસરકારક સંચાલન માટે વિવિધ સમિતિઓની રચનાના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના નેતાને મોટી જવાબદારી આપવામાં આવી છે.
વિવિધ કમિટીની રચનામાં ગુજરાતના મોટા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી
ગુજરાતમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં ઉત્સવ જેવો માહોલ છે. ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ અધિવેશનની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ યજમાન તરીકે અધિવેશનનો કામગીરી સંભાળી રહી છે, ત્યારે ઐતિહાસિક અધિવેશનમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે વિસ્તારપૂર્ણ આયોજન કરાયું છે.
આ પણ વાંચો: VIDEO: ‘મોબાઇલ મૂકી દો મને જવાબ આપો’, નગર સેવિકાએ અધિકારીનો ઉધડો લીધો
તેમણે વધુમાં જણાવ્યું કે, પૂજ્ય ગાંધી-સરદાર સાહેબના રાજ્યમાં આવનાર સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, નેતાઓ પદાધિકારીઓ આવકારવા ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારી શરૂ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલી કમિટીઓમાં વરિષ્ઠ નેતાઓ સહિત યુવાનોને પણ સ્થાન મળ્યું છે. કોઓર્ડીનેશન કમિટી, મીડિયા કમિટી, પ્રોટોકોલ કમિટી, ફૂડ કમિટી, એકોમોડેશન કમિટી, સ્ટેજ કમિટી સહિતની કમિટીઓ જાહેર કરવામાં આવી છે.