Gujarat State Transport Corporation: ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં કોઈપણ સ્થળે બાંધકામની કામગીરી કરવાની હોય તો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં ટેન્ડર પ્રક્રિયાની શરતોમાં સ્પષ્ટ જણાવવામાં આવે છે કે ટેન્ડર લેનારે કુલ કામની રકમના 10% રકમ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે આપવી. પરંતુ પોસ્ટ ટેન્ડર શરતોમાં સુધારો કરીને કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે આ રકમ 5% કે અઢી ટકા સુધી કરી દેવામાં આવે છે. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જીએસઆરટીસી દ્વારા ગુજરાતમાં 50 કરોડ જેટલી રકમના હાલ કામો ચાલી રહ્યા છે. જેની ટેન્ડર શરતોમાં સિક્યુરિટી ડિપોઝિટની રકમ 10%થી ઘટાડીને પાંચ ટકા અને ત્રણ ટકા કરવામાં આવી હતી.
ગુજરાત એસટી નિગમના બાંધકામના કામોમાં પોસ્ટ ટેન્ડર રકમ કન્ડિશનમાં કરોડો રૂપિયાના કામોમાં મળતીયા એજન્સીઓને આપવાની આશંકા
વિભાગના મુખ્ય બાંધકામનાં કર્મચારીઓ દ્વારા 50 કરોડથી વધારે રકમના બાંધકામના કામોમાં પોસ્ટ ટેન્ડર કન્ડિશન ચેન્જ કરી કરોડો રૂપિયાના કામો મળતીયાઓ સાથે સંકળાયેલી એજન્સીને આપી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે . આ બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી જેથી આ સમગ્ર મોટા અધિકારીઓની દોરવણી હેઠળ સમગ્ર કૌભાંડ કરવામા આવી રહ્યાની શક્યતા છે.
કરોડોના કામોમાં ઓનલાઈન ટેન્ડરમાં એસ ડી (સિક્યુરિટી ડિપોઝિટ)ની બતાવેલ રકમ 10% ની સામે મળતીયા કોન્ટ્રાક્ટ ટેન્ડર મળે તો 3% અને 5% ડિપોઝીટ લેવા આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નરોડામાં જીએસઆરટીસી ખાતે યંત્રાલયનું રૂપિયા ૬.૨ કરોડ અને સાવલી ડેપોનું ૫.૩ કરોડના કામમાં અનુક્રમે 2.5% અને 5% ડિપોઝિટ લેવામાં આવી છે. પરંતુ હકીકતમાં બંને કામોના ઓનલાઈન ટેન્ડર (N- procure) માં 10% ડિપોઝિટ બતાવેલ છે. સમાન શરતો સાથે અન્ય વિભાગના કામમાં 10% ડિપોઝિટ પુરી ભરાયેલ હોય ટેન્ડર મંજુર કામોમાં લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદ સમગ્ર કોન્ટ્રાક્ટર લોબીમાં પણ આ બાબત ચર્ચાનો વિષય બની છે. કારણ કે અન્ય કામો અને અન્ય વિભાગોમાં પણ અધિકારીઓ આ પ્રકારે મળતીયાઓ સાથે મળી ટેન્ડરમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરે છે. આ બાબતની માહિતી જીએસઆરટીસીના વિજિલન્સ ખાતાના અધિકારીઓને મળતા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જે કંપનીઓને ટેન્ડર મળ્યું છે અને ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ની ડિપોઝિટ ની રકમ અને ત્યારબાદ ફેરફાર કરાયેલી ડિપોઝિટ અંગે તપાસ કરવામાં આવી છે. જેમાં અનેક મોટા ખુલાસા સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.