BAPS : સામાન્ય રીતે અમદાવાદથી દિલ્હી-મુંબઇ જેવા સ્થળે જવા માટે એરફેર આસામને જતા હોય છે. પરંતુ આ વખતે વિપરિત સ્થિતિ અને દિલ્હીથી અમદાવાદ માટેનું વન-વે એરફેર રૂપિયા 23 હજારને પાર થઇ ગયું છે.
મુંબઇ-અમદાવાદનું એરફેર 3 ગણું વધીને રૂપિયા 10 હજાર : ટ્રેનમાં પણ વેઇટિંગ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 7 ડિસેમ્બરના બીએપીએસ દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી સેંકડો ભક્તોનું અમદાવાદમાં આગમન શરૂ થઇ ગયું છે.
સામાન્ય રીતે દિલ્હી-અમદાવાદનું વન-વે એરફરે રૂપિયા 4500ની આસપાસ હોય છે. પરંતુ 7 ડિસેમ્બરના વહેલી સવારથી બપોર સુધીની ફ્લાઇટના ભાડા રૂપિયા 18 હજારથી રૂપિયા 23 હજારની આસપાસ છે.
આ સિવાય મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર રૂપિયા 6 હજારથી રૂપિયા 10 હજાર જેટલું થઇ ગયું છે. સામાન્ય રીતે મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર રૂપિયા 3 હજારની આસપાસ હોય છે. મુંબઇ-અમદાવાદ માટે વંદે ભારતમાં 50 જ્યારે શતાબ્દી એક્સપ્રેસમાં 70થી વઘુ વેઇટિંગ છે.