અમદાવાદ,ગુરુવાર,5 ડિસેમ્બર,2024
મ્યુનિસિપલ કોર્પોરેશને પાંજરાપોળ જંકશન ઉપર ફોરલેન
ફલાયઓવરબ્રિજ બનાવવા રુપિયા ૮૬ કરોડનો રણજીત કન્સ્ટ્રકશનને કોન્ટ્રાકટ આપ્યો છે.
પાંજરાપોળ જંકશન ઉપરના સુચિત ફોરલેન ફલાય ઓવરબ્રિજ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર
હીતની અરજીની સુનાવણી ચાલી રહી છે.આમ છતાં પાંજરાપોળ ફલાયઓવરબ્રિજના સર્વિસ રોડ
ઉપર કોન્ટ્રાકટરે કામગીરી શરુ કરી છે. પોલીટેકનીક પાસે કોન્ટ્રાકટરને કામગીરી કરવા
મ્યુનિ.અધિકારીએ જ સુચના આપી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત હાઈકોર્ટમાં પાંજરાપોળ જંકશન ઉપર ફોરલેન
ફલાયઓવરબ્રિજની જરુર નહીં હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને કોન્ટ્રાકટ આપ્યો
હોવાના મુદ્દે કરવામાં આવેલી જાહેર હીતની અરજી પછી હાલ મેટર સબજયુડીશ છે.૧૫
નવેમ્બર-૨૪થી કોન્ટ્રાકટરે સર્વિસ રોડ અંગે કામગીરી શરુ કરી હતી.દરમિયાન ૪
ડિસેમ્બર-૨૪થી કોન્ટ્રાકટરે પોલીટેકનીક વિસ્તારમાં આવેલા સુચિત ફલાયઓવરબ્રિજના
સર્વિસ રોડ ઉપર સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન તથા કેચપીટ નાંખવાની કામગીરી શરુ કરી
હોવાનું બ્રિજ પ્રોજેકટ વિભાગના ઈજનેર જિજ્ઞેશ શાહે કહયુ છે.