અમદાવાદ,મંગળવાર,9
જાન્યુ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત કરવામાં આવતા
વાર્ષિક રમતોત્સવના ઈનામમાં તંત્રના બેવડા માપદંડ સામે આવ્યા છે.કોઈપણ રમતમાં
મ્યુનિ.કર્મચારી પ્રથમ વિજેતા બને તો તેને રુપિયા ૫૭૫ અને મેયર કે મ્યુનિ.કમિશનરની
ટીમનો ખેલાડી પ્રથમ વિજેતા બને તો તેને રુપિયા ૨ હજારનું ઈનામ આપવામાં આવશે.સરદાર
પટેલ સ્ટેડિયમ સહિતના અન્ય સ્પોર્ટસ કોમ્પલેકસમાં મ્યુનિ.ના કર્મચારીઓ તથા મેયર
અને મ્યુનિ.કમિશનરની ટીમ વચ્ચે ક્રિકેટ ઉપરાંત રસ્સાખેંચ, સંગીત ખુરશી
વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.
દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ,અધિકારીઓ, કોર્પોરેટરો
વગેરે માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે.આ રમતોત્સવમાં ઈન્ડોર ગેમ્સ
ઉપરાંત એથ્લેટીકસ,ટીમ
ઈવેન્ટસ,એર રાયફલ
જેવી રમતોની સાથે મેયર અને કમિશનરની ટીમ વચ્ચે ક્રિકેટ તથા રસ્સાખેંચ,મહિલાઓ માટે
સંગીત ખુરશી,નિશાનતાક,બાસ્કેટબોલ જેવી
રમતો અનુકુળ દિવસે રમાડવામાં આવે છે.વિજેતાઓને ઈનામ ઉપરાંત વિવિધ રમતોમાં વધારે
ગુણ મેળવી ચેમ્પિયનશીપ મેળવનાર ડિપાર્ટમેન્ટને રનીંગ શિલ્ડ એનાયત કરવામાં આવે
છે.વર્ષ-૨૦૨૨-૨૩માં કુલ ૧૦૯૨ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન
કરાવ્યુ હતુ.આ પૈકી ૭૮૪ ખેલાડીઓ વિવિધ રમતોમાં હાજર રહયા હતા.આ વર્ષે રમતોત્સવના
વિજેતા જાહેર થયેલા ખેલાડી પૈકી પ્રથમ વિજેતાને રુપિયા ૫૭૫,દ્વીતીય વિજેતાને
રુપિયા ૫૩૦ તથા તૃતીય વિજેતાને રુપિયા ૫૦૦ની કિંમતના ઈનામ આપવામાં આવશે.મેયર અને
મ્યુનિસિપલ કમિશનરની ટીમના ખેલાડીઓ,કોર્પોરેટરોને
આપવાના થતા ઈનામમાં પ્રથમ વિજેતાને રુપિયા બે હજારની કિંમતના ઈનામ,વાઉચર કે કૂપન
આપવામાં આવશે.
વાર્ષિક રમતોત્સવમાં કયાં-કેટલો ખર્ચ?
વિગત અંદાજિત
ખર્ચ
ખેલાડીના ઈનામ ૨.૩૪
મેયર-કમિ.ટીમ માટે ૫.૪૦
નાસ્તા-ભોજન ૩.૬૦
સ્ટેશનરી ૬૫,૦૦૦
સાધનો ૯૫,૦૦૦
વાહન ખર્ચ ૧,૩૦,૦૦૦
કેપનો ખર્ચ ૪૦,૦૦૦
અન્ય ખર્ચ ૧૦,૦૦૦
આઠ કોર્પોરેશનની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવા ૭૫
લાખ ખર્ચાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજયના તમામ
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વચ્ચે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડે-નાઈટ ઈન્વીટેશન
ક્રિકેટ ટુર્નામેન્ટનું સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવનાર છે.ડે-નાઈટ
ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની હોવાથી લાઈટની વ્યવસ્થા કરવા સહિતની અન્ય કામગીરી
પાછળ રુપિયા ૭૫ લાખ સુધીની રકમ ખર્ચ કરવામાં આવશે.