અમદાવાદ, શુક્રવાર
બાપુનગરમાં રહેતા અને ફરસાણનો વ્યવસાય કરતા યુવકની પત્નીના ભાઇના લગ્ન હોવાથી ચાર મહિના અગાઉ મેઘાણીનગર વિસ્તારમાં વ્યાજનો ધંધો કરતી મહિલા પાસેથી રૃા. ૧ લાખ રૃપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. મહિલાના પતિનો ધંધો સારો નહી ચાલતા આ મહિને વ્યાજ આપી શક્યા ન હતા. જેથી વ્યાજખોર મહિલા અને તેના પતિ સહીત પાંચ લોકોએ ભેગા મળીને લારીમાં તોડફોડ કરી હતી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ધમકી આપીને દુકને તાળા મારી દીધા હતા. મેઘાણીનગર પોલીસે વ્યાજખોર મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગરમાં નબળી આર્થિક પરિસ્થિતિના કારણે મહિને દસ હજાર આપી ના શકતા ઘરે બોલાવી તથા ઘરે જઇને તોડફોડ કરી હુમલો કર્યો
બાપુનગરમાં રહેતી મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મેઘાણીનગરમાં રહેતી મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા અને તેમના પતિ ચમનપુરા ખાતે ફરસાણનો વ્યવસાય કરે છે. જેમાં ચાર મહિના પહેલા ફરિયાદી મહિલાના ભાઇના લગ્ન હોવાથી રૃપિયાની જરૃર પડતા આરોપી મહિલા પાસેથી ૧૦ ટકા વ્યાજે રૃા. ૧ લાખ લીધા હતા. અને દર મહિને રૃા. ૧૦ હજાર વ્યાજ આપવાનું નક્કી થયું હતું. જો કે ધંધો બરોબર ન ચાલતા મહિલાના પતિ વ્યાજ આપી શક્યા ન હતા જેથી આરોપી મહિલા અવાર નવાર દુકાને જઇને વ્યાજની માંગણી કરીને નહી આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.
ગતા તારીખ ૧૬ના રોજ પતિ રૃપિયા બાબતે વાત કરતા આરોપીને ઘરે બોલાવ્યા હતા. જ્યાં મહિલા અને તેમના પરિવારના લોકોએ ભેગા મળીને મહિલાના પતિને માર માર્યો અને તેમનો મોબાઈલ ફોન પડાવી લઇને રાત સુધીમાં વ્યાજના રૃપિયા નહી આપો તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને દુકાને તાળા મારીને હવે તેમ કેવી રીતે ધંધો કરો છો કહ્યું હતું.