અમદાવાદ, રવિવાર
દરિયાપુરમાં મોટા વાઘજીપુરાની પોળ ખાતે આવેલું મનપસંદ જીમખાનું ફરીથી ધમધમતું થતાની સાથે વિવાદમાં આવ્યું છે. ગઇકાલે જીમખાનામાં શાહપુરના વેપારી રમવા ગયા હતા અને એકવીસ પત્તાની રમત રમતા હતા અને ટેબલ ઉપર બેઠેલા હતા આ સમયે તકરાર થઇ હતી જ્યાં આરોપીએ તારી ઓકાત હોય તો નીચે આવી કહીને પડકાર ફેક્યો હતો જેથી વેપારી નીચે ગયા તો જીમખાનના કર્મચારીએ વેપારીને ફેંટ પકડી હતી અને અહિથી જતો રહે નહીતર મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એસએમસી તથા ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને લાખો રૃપિયા સાથે મોટી સંખ્યામાં સટોડિયા પકડીને બંધ કરાવ્યું હતું
ઘાટલોડિયામાં રહેતા અને શાહપુરમાં વેલ્ડીગ મટીરીયલ્સનું ટ્રેડિંગનું કામ કરતા યુવકે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે વેપારી જીમખાનના મેમ્બર હોવાથી નવરાશના સમયે દરિયાપુરમાં મોટા વાઘજીપુરાની પોળના નાકે આવેલા મનસપંદ જીમખાનામાં રમતો રમવા માટે જતા હતા.
ગઇકાલે સાંજે સાડા છ વાગે જીમખામાં ગયા હતા અને એકવીસ પત્તાની રમત રમતા હતા અને ટેબલ ઉપર બેઠેલા હતા આ સમયે તકરાર થઇ હતી જ્યાં આરોપીએ તારી ઓકાત હોય તો નીચે આવી કહેતા વેપારી નીચે ગયા તો જીમખાનના કર્મચારીએ વેપારીને ફેંટ પકડી હતી અને અહિથી જતો રહે નહીતર મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે દરિયાપુર પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.