અમદાવાદ, રવિવાર
ઇસનપુરની મહિલાને તમારા ભાઇને ગાડીની લે-વેચના ધંધામાં સેટ કરવાનું કહીને મહિલાના ભાઇના મિત્રએ મહિલાના પતિ પાસેથી બે વર્ષમાં રૃા.૫૧ લાખ લીધા હતા. જો કે યુવકને ધંધામાં સામેલ કર્યા ન હતો કે રૃપિયા પણ પરત આપ્યા ન હતા. જેથી પતિએ ઉઘરાણી કરતા આરોપીએ રૃા.૧૬ લાખ આપીને બાકીના રૃા.૩૫ લાખ પરત ન આપીને ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે છેતરપિંડીની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રૃપિયા પરત આપ્યા નહી કે ભાઇને ધંધામાં સામેલ પણ કર્યા નહી આપેલો ચેક રિટર્ન થતાં સામે ઇસનપુર પોલીસ છેતરપિંડીની ગુનો નોધી તપાસ શરુ કરી
ઇસનપુરમાં રહેતી મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બોડેલી ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના માતા-પિતા અને તેમનો ભાઈ બોડેલીમાં રહે છે ભાઇને કરિયાણાની દુકાનનું ફાવતુ ન હતું ભાઈએ તેના મિત્ર આરોપીને
સારો ધંધો બચાવવા માટે કહ્યું હતું. જેનો ફાયદો ઉઠાવીને આરોપીએ જૂની ગાડીની લે-વેચના ધંધામાં સારો એવો નફો મળી રહેતો હોય છે કહીને શરૃઆતમાં રૃા.૧૦ લાખનું રોકાણ કરવાની વાત કરી હતી. વાત ભાઇએ બહેનને કરી હતી. જેથી મહિલાએ પતિ અને ભાઇના મિત્ર બન્ને મળ્યા હતા જ્યાં આરોપીએ ધંધા વિશે સમજાવ્યા અને તેમના સાળાનેે આ ધંધો સેટ કરીને આપવાની વાત કરી હતી. જેથી બહેને રૃા.૧૦ લાખ આપ્યા હતા જો કે વિશ્વાસ કેળવવા માટે આરોપીએ હાલ રૃપિયાની જરુર નથી કહીને પરત આપ્યા હતા. થોડા સમય પછી રૃા.૧૫ લાખ લીધા પછી રૃા. ૫૦ લાખમાં મોંઘી કારો મળે છે કહીને ટુકડે ટુકડે રૃા. ૫૧ લાખ મેળવી લીધા હતા. તેમ છતાં ધંધો શીખવાડયો પણ નહી અને રૃપિયા પણ પરત આપ્યા નહી જેથી રૃપિયાની ઉઘરાણી કરતા રૃા.૧૬ લાખ આપ્યા અને બાકીના રૃ.૩૫ લાખ બાબતે ગલ્લા તલ્લા કરતો હતો. એટલું જ નહી સિક્યુરિટી પેટે ૧૫ લાખનો ચેક આપ્યો હતો તે પણ રિટર્ન થયો હતા બાદમાં મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. જેથી આખરે બાકી નીકળતા રૃા. ૩૫ લાખ નહી આપીને છેતરપીંડી આચરી હતી.