અમદાવાદ,શુક્રવાર,24 જાન્યુ,2025
ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પણ શહેરના અનેક વિસ્તારમાં
આવેલાં રોડ ઉપર પશુ રખડતાં હોવાઅંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટીમાં સભ્ય
દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.જયારે સી.એન.સી.ડી.વિભાગે જાન્યુઆરીના આરંભથી ૨૪
દિવસમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં રોડ ઉપર પશુ રખડતા મુકવા બદલ ૭૩ પશુપાલકોને
લાયસન્સ,પરમીટ
શરત ભંગ માટે નોટિસ આપી છે.
શુક્રવારે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ કમિટીની
બેઠકમાં ભાજપના જ સભ્યો દ્વારા શહેરના અનેક વિસ્તારમા આવેલા મુખ્ય અને આંતરીક
રસ્તાઓ ઉપર ગાય સહીતના અન્ય પશુઓ રખડતા હોવાની રજૂઆત કરી હતી.જો કે કમિટીની બેઠક
પછી ચેરમેન જશુભાઈ ચૌહાણે આ રજૂઆત અંગે ફેરવી તોળીને અમુક વિસ્તારમાં જ રોડ ઉપર
ગાય સહીતના અન્ય પશુ રખડતા હોવા અંગે સભ્યો તરફથી રજૂઆત કરાઈ હોવાનું કહયુ
હતુ.ઢોરત્રાસ અંકુશ વિભાગે કરેલા દાવા મુજબ,જાન્યુઆરી
મહીનાની શરૃઆતથી સોલા,નરોડા,લાંભા ઉપરાંત
રાયપુર,સારંગપુર, અસારવા,મેઘાણીનગર અને
ઈસનપુર સહીતના વિસ્તારમાં લાયસન્સ અને પરમીટ ચકાસણી કરાઈ હોવાનુ કહયુ છે.શહેરના
કોટ વિસ્તારમાં હાલમાં પણ અનેક રોડ ઉપર રખડતા પશુ જોવા મળી રહયા છે.જયારે વિભાગ
એસ.પી.રીંગ સહીતના વિસ્તારમાં રખડતા ઢોર શોધે છે.