અમદાવાદ,શનિવાર,14 ડિસેમ્બર,2024
અમદાવાદના પીરાણા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની
મુખ્ય ડમ્પ સાઈટ આવેલી છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા એક વર્ષમાં આ ડમ્પસાઈટને
કચરામુકત કરવા કહયુ હતુ. આમ છતાં ૧૫ મહિનામાં પીરાણાની ૪૦ એકર જમીનને કચરામુકત
કરવાનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં કચરો પ્રોસેસ
કરવા મ્યુનિ.તંત્રે સો કરોડનો ખર્ચ કર્યો
છે.આમ છતાં હાલમાં પણ કચરાનો ડુંગર યથાવત સ્થિતિમાં જોવા મળે છે.
પીરાણા ડમ્પસાઈટ ખાતે કચરાને પ્રોસેસ કરવા મુકવામાં આવેલા
ટ્રોમીલ મશીનને લઈ મ્યુનિ.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે આક્ષેપ કર્યા
છે.વિપક્ષનેતાના કહેવા મુજબ,
મ્યુનિ.તંત્ર દ્વારા ડમ્પસાઈટ ઉપર
ટ્રોમીલ મશીન કચરો પ્રોસેસ કરવા મુકવામા આવેલા છે.ઓકટોબર-૨૨થી જુન-૨૩
સુધીના સમયમાં રુપિયા ૧૫.૭૪ કરોડ કચરો
પ્રોસેસ કરવા ચુકવવામાં આવ્યા છે.પીરાણા ડમ્પસાઈટ ઉપરના કચરાને દુર કરવા નેશનલ
ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક વર્ષનો સમય આપવામા આવ્યો
હતો.આમ છતાં મ્યુનિ.તંત્ર અને સત્તાધીશો કચરાના આ ડુંગરને દુર કરવામા સફળ થયા
નથી.કચરાને પ્રોસેસ કરવા જે ટ્રોમીલ મશીન મુકવામા આવ્યા છે તે દેખાવ ખાતર મુકી
ભ્રષ્ટાચાર આચરવામા આવતો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
દેવાંગ દાણીએ કરેલા દાવા મુજબ,મ્યુનિ.વિપક્ષનેતાના
આક્ષેપને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,હાલમાં પીરાણા
ખાતે ૪૦ એકર જમીન ઉપર એક ડમ્પ છે.જયાં ૬૦ ટ્રોમીલ મશીન મુકી બાયોમાઈનીંગ પધ્ધતિથી
દૈનિક ૪૦૦૦૦ ટન મુજબ કચરો પ્રોસેસ કરવામા આવે છે.આગામી ૧૫ મહિનામા કચરાના ડમ્પને
સંપૂર્ણ દુર કરાશે.૨૦૧૯થી બાયોમાઈનીંગ પધ્ધતિથી કચરાનુ પ્રોસેસ શરુ કરવામા આવ્યુ
છે.ડિસેમ્બર-૨૩ સુધીમા અંદાજે ૪૫ એકર જગ્યા ખુલ્લી કરવામા આવી છે.