અમદાવાદ, મંગળવાર
ભુલાભાઇ ત્રણ રસ્તા પાસે મોડીરાતે યુવક અને તેના પિતરાઈ ભાઈ સાથે નાસ્તો કરવા માટે ગયો હતો. જ્યાં કાર રીવર્સ લેવા બાબતે તકરાર થઇ હતી જેથી સગીર સહીત ચાર લોકોએ ભેગા થઈને યુવકને થાપના ભાગે છરીના ઘા મારીને લોહી લુહાણ કરી દીધો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે સગીર સહીત ચાર લોકો સામે ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહેમાન સાથે નાસ્તો કરવા ગયા હતા જોઇને કાર ચલાવવાનું કહી ગાળો બોલીને હુમલો કરી આતંક મચાવી નાસી ગયા ઃ કાગડાપીઠ પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો
બહેરામપુરામાં રહેતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સગીર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકના પીતરાઈ ભાઈ રાજકોટથી મળવા આવ્યો હતો. જેથી ગઇકાલે મોડી રાતે ફરિયાદી તેના પિતરાઈ ભાઈ તથા મિત્રો સાથે રાતે નાસ્તો કરવા કાર લઈને ઘરેથી નીકળ્યા હતા. આ સમયે ભુલાભાઈ ત્રણ રસ્તા પાસે ક્લાસિકલ સ્કુલ આગળ પાનના ગલ્લે મસાલો લેવા કાર ઉભી રાખી હતી. આજ સમયે ત્યાં આગળ અજાણ્યા ચાર શખ્સો ઉભા હતા.
યુવકે કાર રીવર્સ લેતા હતા આ સમયે ગલ્લે ઉભેલા યુવકના બાઈકને કાર થોડી ટકરાઈ હતી. જેથી ગલ્લે ઉભેલા ચાર માંથી એક શખ્સે ગાળો બોલતા તકરાર થઇ હતી ફોર વ્હીલર ચાલક અને ગલ્લે ઉભેલા શખ્સો વચ્ચે મારા મારી થઇ જેમાં એક ઓરોપીએ મિત્રને લાફા મારીને સગીરે ફરિયાદીને થાપના ભાગે છરીના ત્રણ ઘા મારીને લોહી લુહાણ કરીને સગીર સાહિત ચાર લોકો ફરાર થઇ ગયા હતા.