અમદાવાદ,સોમવાર,18 ડીસેમ્બર,2023
અમદાવાદ મ્યુનિ.તંત્રના ગાર્ડન વિભાગ તથા એન.જી.ઓએ સાથે મળી
એક હજાર કિલો પ્લાસ્ટીક વેસ્ટને રિસાયકલ કરી તેમાંથી બેન્ચિસ ઉપરાંત સફાઈ કામદારો
માટેના રિફલેકટેડ જેકેટ તૈયાર કર્યા છે.વિશ્વકપની અમદાવાદમાં રમાયેલી પાંચ મેચ
સમયે આ પ્લાસ્ટીક વેસ્ટ મળ્યો હતો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકીસ્તાનની મેચ સહિત ફાઈનલ
મળી કુલ પાંચ મેચ વિશ્વકપની રમાઈ હતી.સ્ટેડિયમની અંદર અને બહારના ભાગમાં મ્યુનિ.ના
સફાઈકામદારો દ્વારા સતત સફાઈની કામગીરી કરવામાં આવી હતી.સફાઈની કામગીરી દરમિયાન
કચરામાંથી મળી આવેલા પ્લાસ્ટીકને અલગ કરવામાં આવ્યુ હતુ.અંદાજે એક હજાર કિલો
પ્લાસ્ટીકને રીસાયકલ કરી ૧૦ બેન્ચિસ અને સફાઈ કામદારો માટે ૫૦૦થી વધુ રીફલેકટેડ
જેકેટ બનાવવામાં આવ્યા હતા.એક બેન્ચિસ બનાવવા અંદાજે ૫૦ કિલો પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ
કરવામાં આવ્યો હતો.જયારે એક રિફલેકટેડ જેકેટ બનાવવા માટે દસ બોટલનો ઉપયોગ કરાયો
હતો.