– આરોગ્ય સંભાળ સુવિધાઓમાં ઇમર્જન્સી, ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ, ઓપરેશન થિયેટર્સ અને બ્લડ બેન્ક જેવી સેવાઓની અછત જોવા મળી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
ગુજરાતની સરકારી હોસ્પિટલ્સ અને જન આરોગ્ય માટેના જુદા જુદા આરોગ્ય સેવા કેન્દ્રોમાં ડૉક્ર્સની ૨૩ ટકા, નર્સની ૭ ટકા અને પેરોમેડિકલ સ્ટાફની ૨૩ ટકા અછત હોવાનું કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ના આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા જાહેર આર્ગોયઆંતરમાળખું અને આરોગ્ય સેવા અંગેેના વ્યવસ્થાપન અંગેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આમ સરકારની પ્રાથમિક જવાબાદારીઓમાંની એક જનઆરોગ્યની સંભાળની હોવા છતાં સિવિલ હોસ્પિટલ્સ, મેડિકલ કૉલેજ હોસ્પિટલ્સ અને, જિલ્લા હોસ્પિટલ્સ, પેટા જિલ્લા હોસ્પિટલ્સ તથા પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો માટે પૂરતા સ્ટાફની વ્યવસ્થા ન કરીને ગુજરાતના આરોગ્ય વિભાગે જાહેર આરોગ્યની અવગણના કરી છે.
સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની મંજૂર કરેલી જગ્યાઓમાં મેડિકલ કૉલેજમાં ૨૮ ટકા, જિલ્લા હોસ્પિટલમાં ૩૬ ટકા અને જિલ્લાની પેટા હોસ્પિટલ્સમાાં ૫૧ ટકાની અછત
બીજીતરફ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ફાળવણી પણ અસામન ધોરણ કરવામાં આવતી હોવાનુ ંકેગના રિપોર્ટમા ંતારણ કાઢવામાં આવ્યું છે. છાશવારે જુદાં જુદા તાયફાઓ કરીને પ્રજાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતી સરકારસ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની નિમણૂક કરવામાં નબળી પુરવાર થઈ છે. મેડિકલ કૉલેજમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની મંજૂર કરેલી જગ્યામાં ૨૮ ટકા, મેડિકલ કૉલેજ ધરાવતી હોસ્પિટલ્સમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ૩૬ ટકા અને જિલ્લા સ્તરની પેટા હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની ૫૧ ટકા અછત હોવાનું જોવા મળ્યું છે. જિલ્લા હોસ્પિટલમાં પણ ડૉક્ટરની મંજૂર કરવામાં આવેલી જગ્યા ઓમાંથી ૧૮ ટકા ઓછી, નિમણૂક થઈ હતી.
ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૨ જિલ્લામાં ડૉક્ટરની અને ૧૯ જિલ્લામાં પેરામેડિકલ સ્ટાફની અછત જોવા મળી રહી છે. મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં કરવામાં આવેલીતપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ૧૯માંથી ૪ જિલ્લા હોસ્પિટલમાં એક જ નોંધણી કાઉન્ટર હતા. ૧૯માંથી ૧૦ હોસ્પિટલમં માત્ર જનરલ મેડિસિનન, જનરલ સર્જરી, ગાયનેકોલોજી, પીડિયાટ્રીશિયન-બાળરોગની તથા ઓર્થોપેડિક્સની આરોગ્ય સેવા ઉપલબ્ધ હતી. આરોગ્ય સંભાળ સુવિધાઓમાં ઇમર્જન્સી, ઇન્ટેન્સિવ કેર યુનિટ્સ, ઓપરેશન થિયેટર્સ અને બ્લડ બેન્ક જેવી સેવાઓની અછત જોવા મળી હતી. ૧૯ જિલ્લા હોસ્પિટલમાંથી ૧૩માં ઇમર્જન્સી સેવાઓ આંશિક રીતે જ ઉપલબ્ધ હોવાનું અવલોકન કેગના અહેવાલમાં કરવામાં આવ્યું છે. ત્રણ હોસ્પિટલમાં બાળરોગ માટે અલગ ઓપરેશન થિયેટર પણ ન હોવાનું જોવા મળ્યું હતું. ૧૯ હોસ્પિટલમાંથી ૪ હોસ્પિટલમાં શબઘર જ ન હોવાનું જોવા મળ્યું હતું. કેગે તેના અવલોકનમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે તમામ આરોગ્ય સંભાળ સુવિધાઓમાં પૂરક સેવાઓને સુધારવા માટે અસરકારક પગલાં લેવા જરૃરી છે.