અમદાવાદ, સોમવાર
અમદાવાદના ડ્રાઇવઇન રોડ પર આવેલા હિમાલયા મોલમાં સૌરાષ્ટ્રથી આવેલા એક પરિવારને સ્પા સેન્ટરનો કડવો અનુભવ થયો હતો. જેમાં રાજકોટના ગોંડલથી અમદાવાદ ફરવા માટે આવેલા પરિવારના કેટલાંક સભ્યો લાબું ડ્રાઇવીંગ કરીને થાકી ગયા હતા અને હિમાલયા મોલમાં આવેલી મલ્ટીપ્લેક્સમાં પુષ્ષા 2 મુવી જોવાની સાથે જમીને જવાનું હોવાથી મોલમાં પાંચ થી છ કલાકનો સમય પસાર કરવાનો હતો.
પરંતુ, છ કલાકનું ડ્રાઇવીંગ કરીને થાકી જતા યુવકે ત્યાં આવેલા એક સ્પામાં 30 મિનિટનું મસાજ લેવાનું નક્કી કર્યું હતું. જો કે તે પહેલી જ ગયો હતો ત્યારે સ્પાના મેનેજરે મસાજની સાથે એક્સ્ટ્રા સર્વિસ આપવાનું કહ્યું હતું. પહેલા તો યુવકને ખ્યાલ નહોતો કે આ સર્વિસમાં શુ હોય છે ? પરંતુ, ત્યાં કામ કરતી યુવતીઓ બતાવીને પસંદ કરવાનું કહેતા યુવક રોષે ભરાઇને ત્યાંથી નીકળી ગયો હતો અને આ મામલે હોબાળો કર્યો હતો કે મોલ પરિવાર ફરવા માટે આવે છે ત્યારે અહીયા ચાલતા સ્પામાં ચાલતા ગોરખધંઘા યોગ્ય નથી. જો કે બાદમાં પરિવાર ફિલ્મ જોવા જતો રહ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ પર્પલ નેચરલ સ્પા, તેમજ અન્ય મસાજ સેન્ટર આવેલા છે અને ત્યાંના મેનેજરે આ મામલો દબાવી દેવા પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ આ સ્પા મુકેશ નામના વ્યક્તિનું છે અને તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાંચ જેટલા મસાજ સેન્ટર ધરાવે છે. આ બાબતે યુવક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામા આવશે.