ગાંધીનગરના યુવકે લગ્નની લાલચ આપી યુવતીનો દેહવિક્રયનો ધંધો બંધ કરાવ્યો
આરોપીના ફોનમાં અન્ય યુવતી સાથે ફોટા જોતા બન્ને વચ્ચે તકરાર થતા માર મારી યુવતીનો ફોન તોડી નાંખ્યો
Updated: Dec 30th, 2023
અમદાવાદ, શનિવાર
વેસ્ટ બંગાળની ૨૬ વર્ષીય યુવતી દેહવિક્રય કરવા અમદાવાદ આવી હતી. ત્યારે દેહવિક્રય કરતી હતી તે સમયે લલના પાસે ગ્રાહક તરીકે એક શખ્સ આવ્યો હતો. તેને યુવતીને લગ્નની લાલચ આપીને ધંધો બંધ કરવા કહ્યું હતું. જેથી લલનાએ આ ધંધો છોડી દીધો હતો. બાદમાં શખ્સે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરીને યુવતીને તરછોડી દીધી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવતીએ ગાંધીનગરના શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોેધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી સાથે ગોવા જઇ ૧૪ દિવસ શરીર સબંધ બાંધ્યો, અમદાવાદમાં જલસા કરી સપ્તાહમાં આવવાનું કહી ટિકીટ કરી આપી વિમાનમાં કોલકત્તા મોકલી દીધી
આરોપીના ફોનમાં અન્ય યુવતી સાથે ફોટા જોતા બન્ને વચ્ચે તકરાર થતા માર મારી યુવતીનો ફોન તોડી નાંખ્યો
વેસ્ટ બંગાળની ૨૬ વર્ષીય યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવતી ૨૦૨૧માં અમદાવાદમાં દેહવિક્રય કરતી બહેનપણીને મળી હતી. જેથી તેની પાસે દેહવિક્રય કરવા માટે દલાલનો નંબર માગ્યો હતો જે દલાલનો સંપર્ક કરી યુવતી અમદાવાદ હતી. ત્યારબાદ તે નરોડામાં આવેલ હોટલમાં દેહવિક્રય કરતી હતી. ત્યારે જૂન ૨૦૨૧માં આરોપી ગ્રાહક તરીકે આવ્યો હતો. ત્યારબાદ તે અવાર નવાર યુવતીને મળતો હતો. બે મહિના બાદ આરોપીએ રૃપલનનાને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તું દેહ વિક્રેયનો ધંધો છોડી દે.જેથી આરોપીની વાતમાં આવી યુવતીએ ધંધો છોડી દીધા બાદ બન્ને હોટલમાં રૃમ રાખ્યો હતો અને લગ્ન કરીશ તેમ જણાવી યુવક રોજ દુષ્કર્મ આચરતો હતો. જે તે સમયે યુવતીએ પરિવારને પણ યુવક લગ્ન કરવા માંગે છે તેમ જણાવ્યું હતું.
બીજીતરફ તા. ૧૫ નવેમ્બરે ૨૦૨૨એ આરોપી યુવતીને ગોવા લઇ ગયો હતો અને ૧૪ દિવસ જુદી જુદી હોટલમાં લઇ જઇને શરીર સબંધ બાંધતો હતો. ત્યારે આરોપીનો ફોન યુવતીના હાથમાં આવતા અન્ય યુવતી સાથે ફોટા જોયા હતા. જેથી બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીએ યુવતીને ફટકારી હતી અને ફોન તોડી અમદાવાદ આવી ગયો હતો. તા.૧૬ જૂન ૨૦૨૩ના રોજ યુવતી અમદાવાદ આવી ત્યારે પણ આરોપીએ હોટલમાં રાખી લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.
છેલ્લે તાજેતરમાં યુવતી અમદાવાદ આવી તો નરોડા વિસ્તારની હોટલમાં લઇ જઇ ત્રણ દિવસ સાથે રહીને જલસા કરીને યુવતીને કોલકત્તાની ફ્લાઇટની ટિકીટ કરાવી આવી હતી અને હું અઠવાડિયામાં ત્યાં આવીશ અને લગ્ન કરી લઇશ તેમ કહી એરપોર્ટ મુકી જતો રહ્યો હતો. ત્યારબાદ આરોપીએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા અને યુવતીને કહ્યુ કે મારે તારી સાથે કોઇ સબંધ નથી હવે અહીંયા આવીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.