તપાસ કરતા સંબંધીએ બારોબાર ગાડીઓ બીજાને આપી દીધાનું બહાર આવ્યું
કંપનીમાં તપાસ કરાવતા એવો કોઇ કોન્ટ્રાક્ટ કરેલ નથી તેવું સામે આવતા ભાંડો ફૂટયો
Updated: Dec 8th, 2023
અમદાવાદ, શુક્રવાર
દાણીલીમડામાં રહેતા યુવકને તેના સબંધીએ બાવળા ખાતેની એક કંપનીમાં ગાડીઓ કોન્ટ્રાકટ પર મુકવાથી વધુ કમાણી થશે તેમ કહીને સબંધી અને તેમના મિત્રની થઇને બે ગાડીઓ લીધી અને બન્ને ગાડીઓ સબંધીએ બીજાને આપી દીધી હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં ગાડીનો ભાડા કરાર બાકી હોવાથી કરાવવાનું કહેતા વાયદા કરવા લાગ્યા હતા. જે બાદ સંબંધીએ કંપનીમાં તપાસ કરાવતા એવો કોઇ કોન્ટ્રાક્ટ કરેલ નથી તેવું સામે આવતા ભાંડો ફૂટયો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે છેતરપિંડીનો ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાડીનો ભાડા કરાર કરવાનું કહેતા વાયદા કરવા લાગ્યા ઃ કંપનીમાં તપાસ કરાવતા એવો કોઇ કોન્ટ્રાક્ટ કરેલ નથી તેવું સામે આવતા ભાંડો ફૂટયો
દાણીલીમડામાં રહેતા અને ભાડેથી ગાડીઓ ચલાવવાનું કામકાજ કરતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે પાંચ મહિના પહેલા ફરિયાદી અને તેનો મિત્ર ઘર પાસેના ખુલ્લા મેદાનમાં ઉભા હતા. ત્યારે તેમના સંબંધી પોતાની સાથે એક શખ્સને લઈને આવ્યા અને બાવળા ખાતે એક કંપનીમાં ગાડીઓ કોન્ટ્રાકટ ઉપર લેવાની છ તેમ કહીને તારે ગાડી મુકાવી હોય તો આ ભાઈ મુકાવી આપશે અને એક ગાડીના મહીને ૩૦,૦૦૦ રૃપિયા મળશે તેમ કહીને લાલચ આપી હતી. અને સબંધી અને તેની સાથે આવેલા મિત્રની થઇને બે ગાડીઓ કંપનીમાં મુકવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ જરૃરી કાગળો તમામ કામગીરી પૂરી કરી દીધી પરંતુ બે માંથી એક ગાડીના જ કોન્ટ્રાકટ પેપર અને એફીડેવીટ નોટરી કરવામાં આવી બીજી ગાડીના તમામ કોન્ટ્રાકટ બે દિવસ બાદ કરી આપીશું કહીને બંને ગાડીઓ લઇ ગયા હતા. બાદમાં ઘણા દિવસો સુધી બીજી ગાડીનો કોન્ટ્રાકટ નહી થતા ફરિયાદીએ પોતાના સબંધીને વાત કરી તો કોન્ટ્રાકટ થઇ જશે કહીને આશ્વાશન આપતા હતા. બાવળા ખાતે જઈને તપાસ કરતા કંપનીમાં આવા કોઈ વ્યક્તિઓ કામ નથી કરતા તેવું ફરિયાદીને જાણવા મળ્યું હતું. જેથી ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમા ઉપરોક્ત ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.