વી.વી.આઈ.પી.માટે રોડ બનાવવા ૧૩ મંદિર સહિત કુલ ૨૧૧ રહેણાંક તથા કોમર્શિયલ બાંધકામ તોડી પડાયા
Updated: Jan 8th, 2024
અમદાવાદ,સોમવાર,8
જાન્યુ,2024
અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધીના ૧.૭ કિલોમીટરના
રોડને આઈકોનિક રોડ બનાવવાની મોટાભાગની કામગીરી પુરી કરી લેવામાં આવી છે.સમગ્ર રોડ
ઉપર રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.વી.વી.આઈ.પી
અને વી.આઈ.પી.ઓની સગવડ સાચવવા ૪૫ દિવસના સમયમાં આઈકોનિક રોડ તૈયાર કરાવી દેવામાં
આવ્યો છે.આ રોડ બનાવવા મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે રોડની બંને તરફ આવેલા ૧૩ મંદિર
સહિત કુલ ૨૧૧ રહેણાંક તથા કોમર્શિયલ બાંધકામ તોડી પાડયા છે.
અમદાવાદથી ગાંધીનગર તરફ જતા એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધીના
રોડને રીડેવલપ કરી આઈકોનિક બનાવવા રુપિયા દસ કરોડના ખર્ચથી સિંગલ બિડર રાજહંસ
ઈન્ફ્રાકોન(પ્રા.લી.)ને ૧૫ વર્ષના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે કામ આપવામાં આવ્યુ
છે.દિવાળીના તહેવાર બાદ આ રોડને આઈકોનિક રોડ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી
હતી.રોડને આઈકોનિક બનાવવાની ઘેલછામાં બંને તરફ આવેલા અંદાજે એક હજાર વૃક્ષોનુ પણ
તંત્ર દ્વારા નિકંદન કાઢી નાંખવામાં આવ્યુ હતુ.જેમાં વન વિભાગની નર્સરીનો પણ
સમાવેશ થાય છે.ઉતાવળે કરવામાં આવેલી આઈકોનિક રોડની કામગીરીમાં રોડની ડીઝાઈન
બનાવનાર કન્સલટન્ટ તથા ડીઝાઈન મંજુર કરનારા અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી
છે.આખા રોડમાં પગપાળા જતા રાહદારીઓને ભૂલી જવાયા છે.રસ્તો ઓળંગવા માટે કોઈ જગ્યા
રાખવામાં નહીં આવતા રાહદારીઓ ધસમસતા વાહનો વચ્ચેથી ઉંચી રેલિંગ કુદી રોડ ક્રોસ
કરવા મજબુર બની રહયા છે.એસ્ટેટ વિભાગે સમગ્ર પટ્ટામાંથી ૮૬ કોમર્શિયલ, ૧૧૨ રહેણાંક તથા
૧૩ મંદિરોના બાંધકામ તોડી પાડયા છે.માળખાગત સુવિધાના આયોજન સાથે સમગ્ર માર્ગને
નવેસરથી ડિઝાઈન કરવા સરદાર વલ્લભભાઈ નેશનલ
ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી,સુરતની
નિમણૂંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રસ્તાના કામમા મુખ્ય કેરેજ વે અને સર્વિસ
રોડ સાથે, મલ્ટીફંકશનલ
ઝોન, સેન્ટ્રલ
વર્જ,ફુટપાથ,પાર્કીંગ વગેરે
ડેવલપ કરવા એન્યુઅલ રેટ કોન્ટ્રાકટથી આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ પ્રા.લી.પાસે કામ હાથ
ધરવામાં આવેલ છે.
આ સ્પોટ ઉપર રાહદારીઓ માટે વ્યવસ્થા કરાશે
એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી બનાવવામા આવેલા આઈકોનિક રોડ
ઉપર આઠ સ્પોટ ઉપર રાહદારીઓને રોડ ક્રોસ
કરવા માટેની વ્યવસ્થા કરવામા આવશે.હાલમાં ઈન્દિરા સર્કલ જંકશન પાસે બે સ્પોટ ઉપર
વ્યવસ્થા કરાઈ છે.બાકીના સ્પોટ ઉપર આગામી સમયમાં વ્યવસ્થા કરાશે.
–તળાવડી
સર્કલ
–હાંસોલ
પોલીસ સ્ટેશન ઓફિસ
–મંગલદીપ
સોસાયટી
–ઈસ્કોન
વિલા ગેટ-૨
–રાધાકીશન
સોસાયટી
–શિવ
પાર્ક સોસાયટી
–ઈન્દિરા
સર્કલ આઈલેન્ડ
–એરપોર્ટ
સર્કલ આઈલેન્ડ