અમદાવાદ, શુક્રવાર
નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે સૈજપુર ગોપાલપુર, ગોકુલધામ સોસાયટીના મેદાનમાં ગેસ રીફીલીંગ કરતા ત્રણ શખ્સોને રંગેહાથ પકડી પાડયા હતા. પોલીસ પહોંચી ત્યારે આરોપીઓ ભરેલા ગેસના બાટલામાંથી ખાલી બાટલામાં સ્ટીલની પાઇપથી ગેસ પુરતા હતા. પોલીસે સ્થળ ઉપરથી કુલ ૫૩ રાંધણ ગેસ અને કોમર્શિયલ બોટલ સહિત કુલ રૃા.૨.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને તેઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ગેસ સ્ટીલની પાઇપ ગેસના બાટલા સહિત સાથે કુલ રૃા. ૨.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નારોલ પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ ગુનો નોધ્યો છે જેમાં નારોલ પોલીસ પેટ્રોલીગ કરી રહી હતી ત્યારે બાતમી મળતાં સૈજપુર ગોપાલપુર, ગોકુલધામ સોસાયટીના ખુલ્લા મેદાનમાં આરોપીઓ રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસની ભરેલી બોટલમાંથી ખાલી બોટલમાં ગેસ ભરતા હતા.
પોલીસે તપાસ કરતાં સ્થળ ઉપરથી ગેસના કુલ ૫૩ બોટલા અને ગેસ રીફીલીંગ માટે વપરાતી સ્ટીલની પાઇપ સહિત કુલ રૃા. ૨.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણેય આરોપી સામે ગુનો નોંધીને કેટલા સમયથી આ ગોરખધંધો કરતા હતા અને આ કૌભાડમાં ગેસ કંપનીના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ અને કેટલા રૃપિયામાં ગેસના બાટલા વેચતા હતા તે સહિતની તપાસ હાથ ધરવામાં આવશે.