Girl Death: અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે. 23 વર્ષીય યુવતીએ નારણપુરાના ક્લિનિકમાં આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને સુસ્યાઇડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં 23 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર યુવતીની જે યુવક સાથે સગાઇ થઇ હતી તેણે દુષ્કર્મ આચર્યા બાદ સગાઇ તોડી નાખતાં લાગી આવ્યું હતું. જેના પગલે યુવતીએ અંતિમ પગલું ભરી જીવનનો અંત આણ્યો છે.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ હાલમાં યુવકની શોધખોળ કરી રહી છે.