Digitization Of Student Records: નેશનલ એકેડેમિક ડિપોઝિટરી દ્વારા તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીઓ-ઓટોનોમસ કોલેજોના સ્ટુડન્ટ રેકોર્ડ ડિજિટલાઈઝેશનના જાહેર કર્યા હતા. આંકડાઓ-રિપોર્ટ અનુસાર, સૌથી વધુ 22.05 લાખ માર્કશીટ અપલોડિંગ અને 11.27 લાખ સ્ટુડન્ટ ક્રેડિટ રેકોર્ડ સાથે GTU રાજ્યમાં પ્રથમ છે. જ્યારે રાજ્યની સૌથી મોટી અને જુની એવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી 3.69 લાખ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરાઈ છે અને માત્ર 2024ના વર્ષના જ 20515 સ્ટુડન્ટ ક્રેડિટ એબીસી(એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ)આઈડી સાથે મેપિંગ થયા છે.
ગુજરાતની યુનિવર્સિટીઓ, ઓટોનોમસ કોલેજોનો રિપોર્ટ
નેશનલ એજ્યુકેશન પોલીસી 2020માં લાગુ થયા બાદ યુજીસી દ્વારા અને કેન્દ્રિય શિક્ષણ વિભાગ દ્વારા 2021થી ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓની એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સાથેના ક્રેડિટ રેકોર્ડ ઓનલાઈન કરવાનું ફરજીયાત કરવામા આવ્યુ છે. જો કે,આમ તો વિધિવત રીતે ગત 2024થી અમલ શરૂ થયો છે અને યુનિવર્સિટીઓ હાલ ધીરે ધીરે ઓનલાઈન માર્કશીટ અપલોડિંગ સાથે વિદ્યાર્થીઓના એબીસી એકાઉન્ટ જનરેટ કરવા સાથે ક્રેડિટ રેકોર્ડ પણ ઓનલાઈન કરી રહી છે. પરંતુ વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડના ડિજિટલાઈઝેશનમાં જીટીયુ હાલ રાજ્યમાં પ્રથમ છે.
ભારત સરકારના નેશનલ એકેડેમિક ડિપોઝિટરી દ્વારા ડિસેમ્બર સુધીના જાહેર કરાયેલા રિપોર્ટ-આંકડાઓ મુજબ જીટીયુએ 2021થી લઈને 2024 સુધીના વિદ્યાર્થીઓના સૌથી વધુ 11,27,196 ક્રેડિટ રેકોર્ડસ એબીસી આઈડી સાથે મેપિંગ કરીને ઓનાલઈન કર્યા છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટી સૌથી વધુ વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓ ધરાવતી હોવા છતાં પણ ઓનલાઈન ડિજિટલાઈઝેશનમાં પાછળ છે. આજે જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાં જાપાનનું ડેલિગેશન યુનિવર્સિટીની મુલાકાતે આવ્યુ હતુ, ત્યારે પણ જેઓને હંમેશની જેમ માત્ર સ્ટાર્ટઅપ બતાવીને અને એમઓયુ કરીને સંતોષ માની લેવાયો છે. પરંતુ એનઈપીના અમલ-સ્ટુડન્ટ રેકોર્ડ ડિજિટલાઈઝેશનમાં ગુજરાત યુનિવર્સિટી ક્યારે પોતાની ઓળખ રજૂ કરી શકશે. તે પ્રશ્ન છે, એટલુ જ નહીં પાંચ વખત નેશનલ રેન્કિંગમાં ટોપ 100માં આવનારી અને સ્ટેટ રેટિંગમાં ચાર વખત ટોપ આવનારી ગુજરાત યુનિવર્સિટી ડિજિટલાઈઝેશનમાં કેમ પાછળ છે.
આ પણ વાંચો: મોબાઈલના વેપારી પર દરોડા પાડી 40 લાખ GST ભરાવ્યો અને અધિકારીઓ 27 લાખ રોકડા લઈ ગયા
એનએડીના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતની સરકારી,ડિમ્ડ અને ખાનગી સહિતની 95થી વઘુ યુનિ.ઓ અને 10થી વઘુ ઓટોનોમસ કોલેજોના એબીસી આઈડી-ક્રેડિટ રેકોર્ડસના આંકડા જાહેર કરાયા છે.મહત્વનું છે કે ગુજરાત યુનિ.સૌથી જુની હોવા છતાં નવી બનેલી ગોવિંદ ગુરૂ યુનિ.કરતા પણ ડિજિટલાઈઝેશનમાં પાછળ છે.ગોવિંદ ગુરૂ યુનિ.ત્રીજા નંબરે છે.જ્યારે ગુજરાત યુનિ.ઓનલાઈન માર્કશીટમાં છઠ્ઠા ક્રમે સ્ટુડન્ટ ક્રેડિટ રેકોર્ડસમાં 15માં ક્રમે છે.ઘણી યુનિ.એ જ્યાં 2021થી એબીસી આઈડી સાથે ક્રેડિટ રેકોર્ડનું મેપિંગ કર્યુ છે ત્યારે ગુજરાત યુનિ.એ માત્ર 2024ના જ એક વર્ષના ક્રેડિટ રેકોર્ડસ ઓનલાઈન-મેપ કર્યા છે.