Civil Judge Recruitment 2025: રાજ્યમાં વકીલાત ક્ષેત્ર સાથે સંકળાયેલા એલએલબી પાસે વ્યક્તિ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ જજની 212 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં લાયકાત ધરાવતા વકીલો આવતીકાલથી 1 માર્ચ સુધીમાં ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.
212 સિવિલ જજની ભરતી
રાજ્યમાં જજ બનાવ ઈચ્છુ લૉ પ્રોફેશન સાથે સંકળાયેલા વ્યક્તિને લઈને ગુજરાત હાઈકોર્ટ જાહેરાત કરી છે. એલલએલબીનો અભ્યાસ પૂર્ણ કરનારા માટે 212 જગ્યાઓ પર સિવિલ જજની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ધરાવતા અને પ્રક્ટિસ કરતાં વકીલો આવતીકાલથી 1 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જેની સંભવિત પ્રિલિમ પરીક્ષા 23 માર્ચ, 2025ના રોજ યોજાશે. જ્યારે 15 જુન, 2025ના રોજ મુખ્ય પરીક્ષા અને ઓગસ્ટ કે સપ્ટેમ્બર, 2025માં ઈન્ટરવ્યૂ લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો: નવો આદેશ: રેશન કાર્ડ e-KYC કરાવવાની તારીખ લંબાવાઈ, જાણો છેલ્લી તારીખ
સિવિલ જજની ભરતીની પ્રિલિમ પરીક્ષામાં 100 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. પ્રિમિલ પરીક્ષામાં MCQમાં પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જેમાં સાચા જવાબના 1 એક માર્ક અને ખોટો જવાબમાં નેગેટિવ માર્કિંગ પણ રહેશે. આ પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. સિવિલ જજ માટે પગાર ધોરણ 77,840 થી 1,36,520 રૂપિયા સુધી રહેશે. ભરતીનો પરિપત્ર મેળવવા અહીં hc-ojas.gujarat.gov.in ક્લિક કરો.