Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતાં 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. 11.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી હતી. ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે ઠંડુંગાર તેમજ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગર ઠંઠુગાર શહેર
હાલ રાજ્યભરમાં મોડી રાતે અને વહેલી સવારે જ ઠંડીનો ચમકારો અનુભવાય છે. ગત રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહેશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર પોલીસ ભરતી રાજ્યના 10 લાખ યુવાનોનું ભાવિ નક્કી કરશે
હવામાનની આગાહી
બીજી બાજુ હવામાન નિષ્ણાતોને મતે હજુ 8 ડિસેમ્બર સુધી અમદાવાદનું લઘુતમ તાપમાન 14 થી 16 ડિગ્રીની આસપાસ જ રહેશે. ત્યારબાદ ઠંડીમાં વધારો થવાની આશંકા છે. ગત રાત્રે અમદાવાદ સિવાય અન્ય વિસ્તારોમાં પણ 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં દાહોદ, પોરબંદર, ડીસા, વડોદરા, રાજકોટ, અમરેલી અને નલિયાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?