Gujarati Actor Jishnu Bhatt Passed Away: ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા જિષ્ણુ ભટ્ટનું 65 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પરિવારજનો અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. તેમનો જન્મ 4 ડિસેમ્બર, 1959ના રોજ થયો હતો. તેઓ અમદાવાદમાં રહેતા હતા. તેઓ સીરીયલ ‘જીવન ગાડી ચાલે આડી’માં પણ ભૂમિકા ભજવતા હતા.