મકાનની ચાવી આપતા સામાન પણ મકાનમાં મૂકી દીધો હતો
દસ્તાવેજ આપવા ધક્કા ખવડાવ્યા,મકાનનો દસ્તાવેજ બીજાના નામે
Updated: Dec 19th, 2023
અમદાવાદ, મંગળવાર
અમરાઇવાડીમાં નિવૃત્ત ડીવાય એસીપીના પત્ની પાસેથી રૃપિયા ૨૫ લાખ મેળવી લીધા બાદ મકાનનો દસ્તાવેજ બીજાના નામે કરીને મકાન નહી આપીને છેતરપીડી કરી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે વિશ્વાસઘાત બદલ છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એલેટમેન્ટ લેટર આપ્યા બાદ દસ્તાવેજ આપવા ધક્કા ખવડાવ્યા,મકાનનો દસ્તાવેજ બીજાના નામે કરી દીધો
આ કેસની વિગત એવી છે કે શાહીબાગમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપીના પત્નીએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં સાબરમતીમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૧૭માં તેઓએ અમરાઇવાડી શ્રીનાથ કોમ્પલેક્ષ ટોરેન્ટ પાવર પાસે પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા પ્રથમ રેસિડેન્સી નામની રહેણાંક મકાનની સ્ક્રીમ શરુ કરી હતી જેમાં મહિલાએ યુનિટ-૦૧ના મકાન માટે રૃા. ૨૫ લાખ ચૂકવ્યા હતા.
જેમાં બે વર્ષ પહેલા રજિસ્ટર દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી, એટલું જ નહી એલાટમેન્ટ લેટર આધારે મકાનની ચાવી આપી દીધી હતી જેથી ફરિયાદીએ તે મકાનનો કબજો લઇને મકાનમાં ઘરનો વધારાનો સામાન મૂક્યો હતો. જંત્રીનો ભાવ વધે તે પહેલા દસ્તાલેજ કરી આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ વાયદા કરીને દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને મકાનનો યુનિટ નંબર બદલીને બીજાને વેચીને છેતરપીડી કરી હતી.