નવરાત્રિમાં યુવકની માનીતી બહેનના ફોટા પાડતા બંને વચ્ચે તકરાર થઇ હતી
ઘાતક હુમલો કરતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Updated: Jan 1st, 2024
અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં તથા જૂની અદાવતમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે. ગઇકાલે રાતે ગીતામંદિર વિસ્તારમાં મજૂરગામ પાસે નવરાત્રીમાં આરોેપીએ યુવકની માનીતી બહેનના ફોટા પાડયા હતા, જે તે સમયે બંને વચ્ચ તકરાર થઇ હતી. તેની અદાવત રાખીને શખ્સે યુવક સાથે ઝઘડો કરીને છરીના ઘા મારીને ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મજૂરગામ પાસે યુવકને રોકીને ઘાતક હુમલો કરતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ કેસની વિગત એવી છે કે ગીતામંદિર પાસે રહેતા 22 વર્ષના યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મજૂરગામમાં રહેતા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે કે નવરાત્રિ સમયે આરોપી ફરિયાદીની માનીતી બહેનનો ફોટા પાડયા હતા. જેને લઇને જે તે સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ફરિયાદી યુવક ગઇકાલે રાત્રીના સમયે મજૂરગામ એકતા નગરની ચાલી પાસેથી પસાર થતો હતો ત્યારે આરોપી તેને રસ્તામાં મળ્યો હતો
અને તેને ઉભો રાખીને કેમ તું પેલા દિવસે માથાકૂટ કરતો હતો કહીને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. એટલું જ નહી છરી વડે ફરિયાદી યુવક ઉપર હુમલો કરીને નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને લાહી લુહાણ હાલતમાં સારવાર માર્ટેે એલ.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.