Helmet Rule in Gujarat: ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્યારે આજ(11મી ફેબ્રુઆરી)થી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે. હાઇકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં આજથી હેલ્મેટ વગરના કર્મચારીને દંડ કરવામાં આવશે.
સરકારી કચેરીઓના ગેટની બહાર ટ્રાફિક પોલીસ તહેનાત કરાશે
રાજ્યના DGP વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજિયાત કર્યો છે. DGPના પરિપત્ર મુજબ 11મી ફેબ્રુઆરીથી તમામ સરકારી કચેરીમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર કર્મચારી સામે પગલાં લેવાશે. રાજ્યભરની તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલયર ગેટ બહાર ટ્રાફિક પોલીસ તહેનાત કરાશે. DGPના આદેશ મુજબ સરકારી કચેરીમાં આવતાં તમામ સરકારી કર્મચારી તેમજ ટુ-વ્હીલર પર આવતા બંને વ્યક્તિઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે. કોઈપણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાશે તો દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.