અમદાવાદ,મંગળવાર
ઘોડાસરમાં લગ્નના નવ વર્ષથી આજદિન સુધી સાસરીયા દ્વારા મહિલાને ત્રાસ આપવામાં આવતો હતો. જેમાં ખાસ કરીને લગ્નના એક મહિના બાદ પતિને દેવું થઇ જતા પત્ની સાથે તકરાર કરીને મારઝૂડ કરીને ત્રાસ આપતો હતો. તેમજ રાત્રે ઘરે મોડા આવતા પત્ની પૂછે તો માર મારતો હતો. એટલુ જ નહી પતિ પત્નીને મૂકીને ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. ત્યાં જઇને પણ પત્ની સાથે બરોબર વાત કરતો ન હતો. આખરે કંટાળીને પતિ સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
પતિને રાતે મોડા આવવાનું કારણ પૂછતાં મારઝૂડ કરતો ઃ માતા પુત્રીને ભુખે રાખતા હતા કંટાળીને મહિલાનો પિયરમાં આશરો ઃ ઇસનપુર પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો
ઘોડાસરમાં રહેતા અને નિકોલમાં વિઝાની ઓફિસમાં નોકરી કરતી 35 વર્ષની મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંેધાવી છે કે મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૫માં ઘોડાસરમાં લગ્ન થયા હતા. લગ્નના એક મહિના બાદ પતિને દેવુ થઇ ગયું હોવાનું કહીને અવાર નવાર પત્ની સાથે ઝઘડો કરીને મારઝૂડ કરીને ત્રાસ આપતો હતો. એટલું જ નહી રાત્રે મોડા આવવાનુે કારણ પત્ની પૂછે તો મારતો હતો અને પતિ પુત્રી અને પત્નીને સરખું ખાવાનું પણ આપતો ન હતો.
વર્ષ પહેલા પતિ ઓસ્ટ્રેલિયા ભાગી ગયો હતો, જેથી પત્ની ફોન કરીને વાત કરવા જાય વાત પણ કરતો ન હતો. તેમજ અવાર નવાર અસહ્ય ત્રાસ આપતો હતો. આખરે કંટાળીને મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.