landslide in Lothal : લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ દુર્ઘટનાનો ભોગ બની છે. જેમાં દિલ્હી આઇઆઇટીમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની સુરભિ વર્માનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતી યામા દીક્ષિતને ગંભીર ઇજા પહોંચી છે. આ બંને મહિલા ગત ત્રણ દિવસથી લોથલમાં આર્કિયોલોજિસ્ટ સાઇટની હદ પછીના વિસ્તારમાં જિઓલોજિકલ સેમ્પલ એકઠાં કરી રહી હતી. આ દરમિયાન તેમની સાથે ગાંધીનગરના અધિકારીઓ પણ હાજર હતા.
વાત એમ છે કે સુરભિ વર્મા અને યામા દિક્ષીત આઇઆઇટી દિલ્હીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર એટ્મોસ્ફિયરિક સાયન્સમાંથી પીએચ.ડી. કરે છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી લોથલમાં જિઓલોજિકલ સેમ્પલ એકઠાં કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રોજેક્ટના ભાગરૂપે તેઓ આજે સવારે તેઓ લોથલ નજીક સરગવાડા નજીક એક 12 થી 15 ફૂટ ઉંડા ખાડામાં ઉતરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા છે. આ દરમિયાન અચાનક ભેખડ ધસી પડી હતી અને સુરભિ વર્માનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય મહિલા યામા દીક્ષિતને ઈજા પહોંચી હતી.
પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે
આ ઘટનાની જાણ થતાં 108ની ટીમ, ફાયર અને પોલીસની ટીમનો કાફલો ઘટનાસ્થળે ગોડી આવ્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેમણે બગોદરા ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાની સારવાર ચાલી રહી છે, જ્યારે સુરભિ વર્માના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મૃતક સુરભિ વર્મા મૂળ ઉત્તર પ્રદેશના સીતાપુરની રહેવાસી છે. તેણે ગત વર્ષે આઇઆઇટી દિલ્હીમાં એડમિશન લીધું હતું. ત્યારબાદ રિસર્ચ પ્રોજેક્ટ અંતગર્ત તે લોથલ નજીક જિઓલોજિકલ સેમ્પ્લ કલેક્ટ કરવા આવ્યા હતા.