Weather News : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હોવા અંગે હવામાન વિભાગે જણાવ્યું. આમ ફેબ્રુઆરી મહિનાથી ગરમીની અસર જોવા મળી છે, ત્યારે હવે ગુજરાતી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પશ્રિમથી ઉત્તર દિશાના પવનો નીચલા સ્તરે હોવાથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના સામાન્ય તાપમાનથી વધુ ડિગ્રી અને અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે.
શુષ્ક હવામાનની સંભાવના
રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતભરમાં મહત્તમ અને લઘુતમ કોઈ મોટો ફેરફાર નહીં થાય. આમ રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકનું લઘુતમ તાપમાન
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેશોદમાં 15.2 ડિગ્રી સૌથી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 18.2 ડિગ્રી, અમદાવાદમાં 19 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 19.8, વડોદરામાં 18.4 ડિગ્રી, ભાવનગરમાં 19.3 ડિગ્રી, રાજકોટમાં 18.1 ડિગ્રી, વીવી નગર 20.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.