અમદાવાદ,ગુરુવાર,31 ઓકટોબર,2024
પગારના મામલે ગુરુવારે દિવાળી પર્વના દિવસે જ પચાસ જેટલા
બી.આર.ટી.એસ.ઈલેકટ્રીક બસના ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતરી જતા મુસાફરોને બસ મેળવવા
હાલાકીનો સામનો કરવો પડયો હતો.જો કે બપોર બાદ હડતાળ ઉપર ઉતરેલા ડ્રાઈવરોએ તંત્ર
સાથે સમાધાન પણ કરી લીધુ હતુ.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, દિવાળી પર્વે
સવારના સમયે જ બી.આર.ટી.એસ.બસના ડ્રાઈવરો પગાર નહીં મળ્યો હોવાનુ કારણ આગળ કરી
હડતાળ ઉપર ઉતરી ગયા હતા.દિવાળી સહિતના અન્ય તહેવારમાં શહેરીજનો મોટી સંખ્યામાં
એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની બસોનો ઉપયોગ કરતા હોય છે. બી.આર.ટી.એસ.ના
ડ્રાઈવરો દ્વારા પાડવામા આવેલી હડતાળને લઈ બી.આર.ટી.એસ.ના વિશાલ ખનામાને પુછતા
તેમણે કહયુ, જનમાર્ગ
તરફથી બી.આર.ટી.એસ.ની ૩૪૧ જેટલી બસ ઓનરોડ દોડાવવામા આવે છે. આ પૈકી તાતાની મુકવામા
આવેલી ઈલેકટ્રીક બસના ડ્રાઈવરો તેમનો એડવાન્સ પગાર જમા નહીં થયો હોવાના મુદ્દે
હડતાળ ઉપર ઉતર્યા હતા.કંપની તરફથી તમામ ડ્રાઈવરોનો પગાર જમા કરી દેવાતા ડ્રાઈવરોએ
હડતાળ સમેટી લીધી હતી.