શહેરના મેયરે કહયુ, ધારાસભ્યે કરેલુ કૃત્ય તેમની હલકી માનસિકતાના કારણે
Updated: Jan 8th, 2024
અમદાવાદ,સોમવાર,8 જાન્યુ,2024
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપીરોગની હોસ્પિટલ
ખાતે મ્યુનિ.તંત્ર તરફથી હિમોડાયાલિસિસ સેન્ટરનુ લોકાર્પણ કરવામા આવ્યુ
હતુ.લોકાર્પણ સમયે લગાવવામાં આવેલી તકતીમાં જમાલપુરના સ્થાનિક ધારાસભ્યના નામનો
છેદ ઉડાડી દેવાતા ધારાસભ્યે તકતી ઉપર કાળા કલરનો સ્પ્રે છાંટયો હતો.બાદમાં તંત્રે
તકતીમાં ધારાસભ્યના નામનો ઉમેરો કર્યો હતો.મેયરે કહયુ,ધારાસભ્યે કરેલુ
કૃત્ય તેમની હલકી માનસિકતા દર્શાવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચેપીરોગની હોસ્પિટલમાં
હિમોડાયાલિસિસ સેન્ટરનું મેયર પ્રતિભા જૈન સહિત મ્યુનિ.ભાજપના પદાધિકારીઓની હાજરીમાં
ઉદ્દઘાટન કરવામા આવ્યુ હતુ.જો કે લોકાર્પણ સમયે
તૈયાર કરવામા આવેલી તકતીમાં જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનુ
નામ નહીં મુકવામા આવતા ધારાસભ્યે વિરોધ વ્યકત કરતા તકતી ઉપર કાળા કલરનો સ્પ્રે
માર્યો હતો.મેયરે ધારાસભ્ય હલકી માનસિકતા ધરાવતા હોવા અંગેનુ નિવેદન કર્યાની
ગણતરીની મિનીટો બાદ મ્યુનિસિપલ તંત્રને ભૂલ સમજાતા તકતીમાં જમાલપુર-ખાડીયાના
ધારાસભ્યનુ નામ ઉમેરવામાં આવ્યુ હતુ.