પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
ભાવનગર જિલ્લામાં સિહોર અને નડિઆદમાં તમાકુના જુદાં જુદા પ્રોડક્ટ્સ બનાવતા રણછોડદાસ ઝીણાભાઈ ધોળકીયાની પેઢી અને સુમેરુ ડેવલપર્સ પર આજે સવારથી આવકવેરા અધિકારીઓની ટીમ દ્વારા શરૃ કરવામાં આવેલા દરોડામાં રૃા. ૪.૫ કરોડની રોકડ મળી આવી છે. તેની સાથે ૨૦થી વધુ લોકર એક જ મકાનમાંથી મળી આવ્યા હતા. સંભવતઃ એક જ મકાનમાંથી પહેલીવાર ૨૦ લોકર મળ્યા હોવાનો આ કિસ્સો છે.