એક દર્દી સિંગાપુર અને એક દર્દી પૂણે જઈ પરત ફર્યા હતા,શહેરમાં કુલ ૧૮ એકટિવ કેસ
Updated: Dec 22nd, 2023
અમદાવાદ,શુક્રવાર,22 ડિસેમ્બર,2023
અમદાવાદના નદીપારના વિસ્તારમાં કોરોનાના સંક્રમણમાં વધારો
થઈ રહયો છે.શુક્રવારે નવરંગપુરા ઉપરાંત બોડકદેવ તથા થલતેજ વોર્ડમાં કુલ મળીને
કોરોનાના નવા છ પોઝિટિવ કેસ નોંધાયા હતા.એક દર્દી સિંગાપુર અને એક દર્દી પૂણે જઈ
પરત ફર્યા હતા.હાલમાં શહેરમાં કોરોનાના કુલ ૧૮ એકટિવ કેસ છે.તમામ હોમ આઈસોલેશનમાં
છે.
દેશના અન્ય રાજયોની સાથે અમદાવાદમાં પણ ફરી એક વખત કોરાનાએ
દસ્તક દીધી છે.શહેરમાં છેલ્લા દસ દિવસમાં જોધપુર,પાલડી ઉપરાંત ઘાટલોડીયા વોર્ડની સાથે નવરંગપુરા,નારણપુરા અને
સરખેજ વોર્ડમાંથી કોરોનાના પોઝિટિવ કેસ મળી આવ્યા છે.શુક્રવારે કોરોનાના વધુ છ કેસ નવરંગપુરા,બોડકદેવ અને
થલતેજ વોર્ડમાંથી મળી આવ્યા હતા.આ દર્દીઓમાં ચાર પુરુષ અને બે મહિલા દર્દીનો
સમાવેશ થાય છે.મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા આ તમામ દર્દીઓના જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ
માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા હતા.