Gujarat Local Body Elections : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. આ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધનને લઈને AAP પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડવા તૈયાર હોવાનો AAPએ દાવો કર્યો છે.
ઈશુદાન ગઢવીએ શું કહ્યું?
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધનને લઈને AAP પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ‘કોંગ્રેસને લોકસભામાં AAPએ ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. AAP ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. આ મામલે સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું. જો ગઠબંધન ના થાય તો AAP તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ લડશે.’
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાને ઉતરશે NCP
મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર એનસીપી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી લડવા માટે એનસીપી સજ્જ બની છે. નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે સ્ટુડન્ટ વિંગના નેશનલ લેવલના સેક્રેટરી વિજય યાદવ 27મી જાન્યુઆરીએ ફોર્મ ભરશે. તેમજ ઘાટલોડિયા કૉર્પોરેશનની પેટા ચૂંટણી પણ લડશે. અમે કોઈની સાથે ગઠબંધન કરવાના નથી