અમદાવાદ, શનિવાર
મણિનગરમાં વેપારી પરિવાર સાથે ઘરમાં સૂતો હતો અને રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૧૩.૯૬ લાખની મતાની ચોરી થઇ હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી આરોપીને ઝડપી પાડયો હતો. પૂછપરછ કરતા પિતા અવસાન બાદ પરિવારની જવાબદારી તથા બિમાર ભાઇની સારવાર માટે ચોરીના રવાડે ચઢયો હતો. એટલું જ નહી ચોરીઓ કરી હતી અને જેલમાંથી છૂટીને ફરીથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પાંચ લાખની રોલેક્સની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, સહિત રૃા. ૧૫,૯૬,૦૦૦ કબજે ઃ અગાઉ મણિનગરમાં ઘરફોડ, વાહન ચોરી, પાલડીમાં ઘરફોડ ચોરીની કબૂલાત
મણિનગરમાં રહેતા વેપારી તા.૨૭ માર્ચે તેઓ સાંજના સમયે દુકાને હિસાબ કરીને કુલ રૃા. ૧.૬૪ લાખ ઘરે લાવ્યા બાદ પરિવાર સાથે સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે તેમની માતા સવારે ઉઠયા અને જોયું તો ઘરમાં બધો સામાન અસ્ત વ્યસ્ત હતો. જેથી તેમને પુત્રને ઉઠાડયા હતા. ઘરમાં તિજોરી અને અન્ય જગ્યાએ તપાસકરતા રોકડ રૃા. ૧.૭૬ લાખ અને પાંચ લાખની ઘડિયાળ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૧૩.૯૬ લાખની મતાની ચોરી થઇ થઇ હતી.
મણિનગર પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી ઈસનપુર ખાતે રહેતા અર્જુન ચુનારાની ધરપકડ કરી હતી.પૂછપરછ કરતા પિતાના અવસાન બાદ ઘર ચલાવવાની જવાબદારી અને બિમાર ભાઈની સારવાર માટે ચોરીના રવાડે ચડયો હતો ચોરીનો અને તે ઉપરાંત અન્ય ચોરીનો કુલ રૃ. ૧૫.૯૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીએ અગાઉ મણિનગર, પાલડી, આણંદ સહિતના ૧૨થી વઘુ ગુના આચરી ચૂક્યો છે. ૨૦૨૪માં મણિનગર પોલીસ દ્વારા પાસા ધારા હેઠળ અટકાયત કરી ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતો.