અમદાવાદ,મંગળવાર,12 ડીસેમ્બર,2023
અમદાવાદમાં હાલમાં મેટ્રો ટ્રેન સવારે ૬.૨૦થી રાત્રિના ૧૦
કલાક સુધી દોડાવવામાં આવે છે.કાંકરીયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ટૂંકમાં કાર્યરત કરવામાં
આવશે.મેટ્રો રેલ સુરક્ષા કમિશનર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનું નિરીક્ષણ કરવાના હોવાથી આજે
બપોરે બેથી સાંજના પાંચ કલાક સુધી વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી મેટ્રો ટ્રેન સ્થગિત
કરાશે.
ઈસ્ટ-વેસ્ટ કોરીડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન (વસ્ત્રાલ ગામ
અને થલતેજ)થી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે એક કલાકનો રહેશે.સાંજે
પાંચ કલાકથી ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં મેટ્રો ટ્રેનસેવા હાલના સમયપત્રક મુજબ મળી
રહેશે.નોર્થ-સાઉથ કોરિડોર(એ.પી.એમ.સી.થી મોટેરા સ્ટેડિયમ) ઉપર મેટ્રો ટ્રેન સેવા
સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રાખવામાં
આવશે.