Gujarat Elections: રાજ્ય ચૂંટણી પંચ આજે (21મી જાન્યુઆરી) સાંજે સાડા ચાર વાગ્યે પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર કરી કરશે. જેમાં જૂનાગઢ મહા નગર પાલિકાની ચૂંટણી સહિત રાજ્યની 70 નગર પાલિકાની ચૂંટણીઓ જાહેર કરાશે. નોંધનીય છે કે, રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, ખેડા જિલ્લા પંચાયત અને જૂનાગઢ મહા નગર પાલિકાની સામાન્ય ચૂંટણી પણ યોજાઈ શકે છે.