અમદાવાદ,શનિવાર,29 માર્ચ,2025
અમદાવાદ મ્યુનિ.ના ફુડ વિભાગે નરોડા રોડ વિસ્તારમાં આવેલ
શિવશંભુ ડેરી પ્રોડકટસમાંથી ૧૩૦૦ કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો સીઝ કર્યો હતો.
ક્રીમમાં મિલ્ક પાવડર,વનસ્પતિ
અને પામોલીન તેલ મેળવીને ઘી બનાવાતુ હોવાની આશંકાના આધારે રુપિયા ૩.૯૦ લાખનો જથ્થો
સીઝ કરી એકમને સીલ કરાયુ છે.
મ્યુનિસિપલ ફુડ વિભાગની ટીમ શનિવારે નરોડા રોડ વિસ્તારમાં
આવેલા શ્રીનાથ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર-૬૨,શિવશંભુ ડેરી પ્રોડકટસ ખાતે પહોંચી હતી.જયાં શંકાસ્પદ
ક્રીમનો જથ્થો સીઝ કરાયો હતો. મ્યુનિ.ના એડીશન મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન
જોષીએ કહયુ,શિવશંભુ
ડેરી પ્રોડકટસ ખાતે પ્રાથમિક તપાસમાં જોવા
મળ્યુ કે, ૫૦૦
કિલોગ્રામ ક્રીમના જથ્થાને બમણો કરવા માટે તેમાં મિલ્ક પાવડર ઉપરાંત વનસ્પતિ અને
પામોલીન તેલનો ઉપયોગ કરાતો હતો. આ પ્રકારે તૈયાર કરાતા ક્રીમને પ્યોર ક્રીમના નામે
બજારમાં વેચાતુ હોય છે.જે વનસ્પતિ ઘી બનાવવામાં વપરાશમાં લેવામાં આવે છે. શંકાસ્પદ
ક્રીમના જથ્થાને સીઝ કરી સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે.શિવશંભુ ડેરી
પ્રોડકટસ એકમને સીલ કરાયુ છે.
એક સપ્તાહમાં કયાં-કેટલો જથ્થો સીઝ કરાયો?
નામ પ્રોડકટસ જથ્થો(કિ.ગ્રા) કિંમત
સતનામ ડેરી,નિકોલ પનીર ૧૪૪ ૩૪,૬૫૦
પનીર ગોડાઉન,વસ્ત્રાલ
પનીર ૧૧૯ ૩૦,૯૪૦
શિવશંભુ ડેરી,નરોડા ક્રીમ ૧૩૦૦ ૩,૯૦,૦૦૦