Fire Breaks in Vatva GIDC: અમદાવાદની વટવા GIDC ફેઝ-1માં આવેલી શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ તેલ ફેક્ટરીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી રહી છે.
મળતી માહિતી અનુસાર, શ્યામ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબુમાં લેવા અને ઓલવવાના પ્રયાસોમાં રોકાયેલા છે, જેથી તેને નજીકના ઔદ્યોગિક એકમોમાં ફેલાતી અટકાવી શકાય. આગ ફેક્ટરીના સ્ટોરેજ સેક્શનમાં લાગી હતી. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્યાર સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. ફેક્ટરીના કામદારો અને નજીકના દુકાન માલિકોને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતાં.