અમદાવાદ
હાલમાં, મેટ્રો ટ્રેન સેવાઓ અમદાવાદમાં સવારે ૬.૨૦ કલાકથી રાત્રિના ૧૦ કલાક દરમિયાન કાર્યરત છે. સવારે ૬.૨૦ થી સવારે ૭ વાગ્યા સુધી 20 મિનિટનાં અંતરાલ પર તથા સવારે ૭ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે.
નવરાત્રિ ઉત્સવની ઉજવણીનાં અવસર પર, નીચેની તારીખો પર, મેટ્રો ટ્રેન નીચે દર્શાવેલ સમય મુજબ ઉપલબ્ધ રહેશે.
તારીખ મેટ્રો ટ્રેન સેવાઓનો સમય
17-10-2023 to 23-10-2023 સવારે ૬.૨૦ થી મધ્યરાત્રિના ૨ વાગ્યા સુધી
મહેરબાની કરીને નોંધ લેશો કે ઉપરની તારીખો પર મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬.૨૦ કલાકથી રાત્રિના ૧૦ કલાક દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે તેમજ રાત્રિના ૧૦ કલાકથી મધ્યરાત્રીના ૨ વાગ્યા સુધી દરેક મેટ્રો સ્ટેશન થી 20 મિનિટનાં અંતરાલ પર ઉપલબ્ધ રહેશે.
બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્યરાત્રિના ૨ વાગ્યાનો રહેશે.