અમદાવાદ,શુક્રવાર, 8 ડીસેમ્બર,2023
શાહીબાગ વોર્ડમાં ડફનાળાથી લાડલાપીરબ્રિજ સુધીના ૨.૬
કિલોમીટર લાંબા રોડ ઉપર કોન્ટ્રાકટરને ખર્ચે માઈક્રો -રીસરફેસીંગ
કરાવાશે.મ્યુનિ.ના રોડ પ્રોજેકટ દ્વારા આ રોડ ઉપર માઈક્રો રીસરફેસીંગ કરવા
કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચરને કામગીરી આપવામાં આવી
હતી.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનને મોર્નિંગ રાઉન્ડ સમયે કામગીરી યોગ્ય નહી
જણાતા વિજિલન્સ તપાસ સોંપી હતી.વિજિલન્સના રીપોર્ટમાં પણ કામગીરી યોગ્ય નહીં
હોવાનુ જણાતા સંપૂર્ણ કામગીરી કોન્ટ્રાકટરના ખર્ચે અને જોખમે કરાવવા કમિશનરે આદેશ
કર્યો છે.