Pachham Viral Video: અમદાવાદ જિલ્લાના ધંધુકાની પચ્છમ ગામની શાળામાં શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે. પચ્છમ ગામના સરકારી છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ ઘટનાને લઇને જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો વીડિયો વાઈરલ થતા લોકો દુષ્કૃત્ય આચરનાર વિદ્યાર્થીઓ, છાત્રાલયના વ્યવસ્થાપકો અને કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થી સાથે હેવાનિયત આચરનાર વિદ્યાર્થીઓ સગીર હોવા છતા તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માગ ઉઠી છે.
પીડિત વિદ્યાર્થી રડી રહ્યો હતો પણ નરાધમો અટક્યા નહીં
મળતી માહિતી અનુસાર ધંધુકાના પચ્છમ ગામની છાત્રાલયનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અન્ય સગીર વિદ્યાર્થી સાથે અભદ્ર હરકત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરાતું હોવાનું જોઇ શકાય છે. આ વીડિયોના અવાજમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે પીડિત વિદ્યાર્થી પર એટલી હદે કૃરતા આચરાઈ રહી છે કે તે પોક મૂકીને રડી રહ્યો છે. તેને પીડા થઈ રહી છે છતાં નફ્ફટ સહ વિદ્યાર્થીઓ તેની પર વધારે જુલમ ગુજારી રહ્યા છે.
પીડિત બૂમાબૂમ કરતો રહ્યો, વીડિયો શૂટ થતો રહ્યો
પીડિત બુમો પાડે કે રડે તો તેને ચૂપ કરાવવા વધુ મારવામાં આવે છે. ચપ્પલ અને લાકડી વડે તેને મારવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વિદ્યાર્થી ઉતારી રહ્યો છે. રૂમમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ આ સમગ્ર નજારો જોઈ રહ્યા છે પણ કોઈ રોકતુ નથી. પીડિત સતત રડતો રહે છે પરંતુ નરાધમ વિદ્યાર્થીઓ અટકતા જ નથી. પીડિતને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. બીકનો માર્યો તે બુમ પાડી મદદ પણ માગી રહ્યો નતી તેવું પણ લાગે છે.
ફક્ત કાર્યવાહી નહીં, નક્કર પગલા ભરાવા જોઈએ
આ ઘટનાને લઇને જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય છે કે નરાધમ વિદ્યાર્થીઓ સગીર છે તો શું તેમની સામે કડક કાર્યવાહી થશે ખરી. દાખલો બેસાડવા માટે પણ આ શેતાન વિદ્યાર્થીઓ સામે આકરી કાર્યવાહી તો થઈ જ જોઈએ તેવું પણ લોકોનું કહેવું છે.
પીડિતના માનસ પરથી જીવનભર ભૂંસાતી નથી આવી યાતના
આ પ્રકારની કૃરતા કોઈ પણ પીડિત ભૂલી શકતા નથી. મનો ચિકિત્સકોના મતે આવા લોકોના માનસ પર જીવનભર આ ઘટના ઘર કરી જાય છે. તે કોઈ ફોબિયાનો શિકાર પણ બની શકે છે, તેને માનસિક અસર પણ થઈ શકે છે. સમાજમાં તેના વિશે લોકો શું વાત કરશે?, માતા-પિતા શું કહેશે? વગેરે સવાલો તેના મનમા ઉઠે છે અને તે એક અલગ જ પીડામાં સરી જાય છે. તે પોતાનો આપો પણ ખોઈ બેસી શકે છે અને ન કરવા જેવું કંઈ પણ કરી શકે છે. આ પ્રકારની ઘટનાની પીડિતો પર ઘણી માઠી અસર થતી હોવાથી તેમને કાઉન્સેલિંગની પણ સતત જરૂર પડે છે. ત્યારે તે માંડ આ દુષ્પ્રભાવમાંથી બહાર આવી શકે છે. અને બધા તેમા સપળ નથી થતા. સાથે આ પીડા ન માત્ર પીડિતો ભોગવે છે, પરંતુ તેના સમગ્ર પરિવારને ભોગવવાનો વારો આવે છે.